નાહક નો ગુસ્સો... nahak no gusso Poem by Mehta Hasmukh Amathaal

નાહક નો ગુસ્સો... nahak no gusso

Rating: 5.0

નાહક નો ગુસ્સો

નાહક નો ગુસ્સો અમ પર કરો છો
ના ચાલે કઈ તો ડારો કરો છો!
નાની નાની વાતો નો વાંધો કરો છો
કશું ના ચાલે તો ચીડ ચીડ કરો છો।

જીણી જીણી વાતો ની ચીવટ કરો છો
થોડું પણ ચાલે તો બુદ્ધુ બનાવો છો
વાતો ની દેખી, અનદેખી કરી ને
અબોધ નાદાની થી ખાલી રીઝાવો છો।

દેખાદેખી થી નકલ કરો છો
ના ફાવે તો પણ શેખી કરો છો
સપનો ના મહેલ મનમા બાંધો છો
તૂટી પડે તો ઘણો શોક કરો છો।

હુંસા તુંસી માં આગળ રહો છો
ખાલીપેલી વાતો ને આગળ ધરો છો
ના પાઓ ધારેલ મન માં ફળ તો
ગુસ્સો બીજાનો અમ પર કરો છો।

જગ ની વાતો ને સાચી માની ને
ઘરની વાતો ને ખોટી માનોં છો
સામે ચાલી ને આવે સાચું તો પણ
બીજાનું માની ને ચાલો છો।

હૈયું અમારું ખંડિત કરી ને
કુંઠિત વાતો થી ભ્રમિત કરોં છો
અંતર ની વાતો ને સમજી, નાસમજી ને
ગુસ્સો ખાલી અમ પર કરો કરો છો।

COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 12 January 2014

Shilpa Chauhan likes this. Hasmukh Mehta welcome a few seconds ago · Unlike · 1

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success