નજર સામેજ તો છો Najar Poem by Mehta Hasmukh Amathaal

નજર સામેજ તો છો Najar

નજર સામેજ તો છો

ઘડપણ
એતો કહેવાય વડપણ
મોટું અને ઘેઘુર વટવૃક્ષ
જે બધા ને રાખે સમકક્ષ।

શા માટે રડો છો?
જાતે જ કબૂલો છો
અને જાતેજ પસ્તાવો કરો છો!
શા માટે બચપણ ને યાદ કરો છો?

જે પણ થયું તે સારું થયું
જીવન જોતજોતા માં વહી ગયું
સુધારવાનો વખત હવે છે
શીળી છાંય આપવાનો સમય હવે છે।

ગૃહિણી બન્યા તોજ ઘર સચવાણુ
નહીંતર ના પહોંચ્યા હોત નવ્વાણું
તમારું ઘર નંદનવન અને હર્યુભર્યું થયું
તમારા "માતા તરીકે ના ચરણસ્પર્શ" થી સ્વર્ગસમાન બન્યું।

નજર કરો ભૂલકાઓ સામે
ટકટક નિહાળે છે તમને નજર સામે
માં આજે ગમગીન કેમ છે?
ચેહરો ઉદાસીન શા માટે છે?

આવકારો સમય ના વહેણ ને
તોલી ને બોલજો પોતાના કહેણ ને
ના દુભાય કોઈનો પણ અંતરાત્મા
તમારો સુખી અંતકાળ લાવે પરમાત્મા।

બા, બા કરતા બધી જીભ સુકાઈ જાય
કેટલી વાર યાદ કરતા રડી જવાય
તમારો દરજ્જો વિશેષ છે દિલ માં
નજર સામેજ તો છો દરેક પળ માં।

નજર સામેજ તો છો Najar
Friday, June 9, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

બા, બા કરતા બધી જીભ સુકાઈ જાય કેટલી વાર યાદ કરતા રડી જવાય તમારો દરજ્જો વિશેષ છે દિલ માં નજર સામેજ તો છો દરેક પળ માં।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success