નાલાયક.. Nalayak Poem by Mehta Hasmukh Amathaal

નાલાયક.. Nalayak

Rating: 5.0

નાલાયક
બુધવાર,11 સપ્ટેમ્બર 2019

ના...નામદાર
લા...લાજવાબ
ય... યમદૂત
ક...કરજદાર

સમાજ માં ફરે બની રુઆબદાર
રાખે ઘણો બધો આડંબર
દેખાડે બધું છે બરાબર
જાણે વિદ્ધાન અને પ્રખર।

આવા માણસો નો કાળ ઘણો ટૂંકો
થઇ જાય એમનો ચોકો
ચોમાસા ની ફૂંદી ઓ ની પ્રગટ થાય
ગરોળી ઓ એમનો નાસ્તો કરી જાય।

એમની વિચારસરણી તમને ગળે ના ઉતરે
તમે તેની વાતો માં આવો તો ખાડા માં ઉતારે
પછી તમે એની પાછળ ધક્કાજ ખાતા રહો
વાયદા પાછળ વાયદા જ સાંભળતા રહો।

લોકો પણ ધુતારા ઓ ની કદર કરે
એમની પાસે મદદ ની માંગણી કરે
માંગણી કરે એટલે પ્રસાદ ધરવો પડે
પરાણે પરાણે માર સહવો પડે।

પાછળ થી બધાજ ખોદણી કરે
પણ ખંડણી જરૂર ભરે
લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે
આવા લોકો તરભાણું ભર્યા જ કરે।

દરેક યુગ માં તેમનો પ્રભાવ જુદા સ્વરૂપે જોવા મળે
માર પડી જાય પછી ધીમે થી કળ વળે
પણ કોઈ પોતાની કથા કોઈને ના કહે
ચોરની માં જેમ કોઠી મોં નાખી રડે।

હસમુખ અમથાલાલ મહેતા

નાલાયક.. Nalayak
Wednesday, September 11, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 11 September 2019

દરેક યુગ માં તેમનો પ્રભાવ જુદા સ્વરૂપે જોવા મળે માર પડી જાય પછી ધીમે થી કળ વળે પણ કોઈ પોતાની કથા કોઈને ના કહે ચોરની માં જેમ કોઠી મોં નાખી રડે। હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success