નથી કોઈ સંગી કે સાથી Nathi Poem by Mehta Hasmukh Amathaal

નથી કોઈ સંગી કે સાથી Nathi

Rating: 5.0

નથી કોઈ સંગી કે સાથી

Monday,21st May,2018


નથી કોઈ સાથી
કે નથી સંગાથી
હું જાતે સારથી
હાંકું રથ જાણે, મોટો મહારથી।

નથી કરવો મારે પરમાર્થ
બધાજ માં તો છે છૂપો સ્વાર્થ
રસ છે બધાનો "અર્થ"
બધાનો પ્રયાસ જશે વ્યર્થ

સંસાર ની માયાજાળ
નરસિંહ મહેતા કહેછે "ભલું થયું ભાંગી જંજાળ"
આપણે કહીંશું " જય શ્રી ગોપાળ "
ભલે પછી સઘળા ચડાવે આળ "

સંસાર માં સુશોભિત આ આડંબર
એની પહુઁચ છે છેક અંબર
અભિમાન કહે કે હું મોટો
સંસાર માં ક્યાં છે એનો તોટો?

કમળ કીચડ માં જ ખીલે
એની પ્રશસ્તિ લોકો ખુબ બોલે
વાહ સુંદર અને મસ્ત થઇ ડોલે
હવા પણ સંગ ચડે હિંડોળે।

આવો આપણો ભવસાગર
એના ગહન નો છે ચમતકાર
કેટલા કેટલા રત્નો છે છુપાયા
આપણે એનો તાગ કદી ના પાયા।

ભેગા રહેવું, પણ નોખા ના થવું
લોકો ના અવગુણ થી નારાજ ના થવું
જન્મારો છે, વેઠવો જ રહ્યો
સંસાર કોઈનો થયો છે કે થયો?

હસમુખ અમથાલાલ મહેતા

Sunday, May 20, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome ranjan yadav 1 Manage Like · Reply · 19h

0 0 Reply

Ashwin Khambholja Ashwin Khambholja Small deeds done are better than great deeds are planned 1 Manage Like · Reply · 20h

0 0 Reply

welcome deepak kotadia 1 Manage Like · Reply · 1m

0 0 Reply

ભેગા રહેવું, પણ નોખા ના થવું લોકો ના અવગુણ થી નારાજ ના થવું જન્મારો છે, વેઠવો જ રહ્યો સંસાર કોઈનો થયો છે કે થયો? હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success