નવલી બહાર.. Navli Poem by Mehta Hasmukh Amathaal

નવલી બહાર.. Navli

Rating: 5.0

નવલી બહાર
બુધવાર,30 સપ્ટેમ્બર 2020

આવી ગઈ નવલી બહાર
નવો સંદેશો "કદી ના માનવી હાર "
પ્રકૃતિ આપેલો આપણ ને ઉપહાર
નવું આશાકિરણ, નવી શક્તિ નો સંચાર।

જે જતું રહ્યુંતેનો કદી ના રાખવો અફસોસ
જેપાસે છે તેનો ભરપૂર કરવો ઉપયોગ
આ છેએક કુદરતી યોગ
મળે છે આપણ ને જોગાનુજોગ।

સંબંધો બંધાય મધુર તાંતણે
મેહમાન આવે ભગવાન બની આપણા આંગણે
કોઈ વિરલો જ એને નિભાવી જાણે
ખુશીઓનો ભંડાર મેળવીએ આપણે।

સમય વહી જાતાં વાર ના લાગે
લાગણીઓના સુર ઘણા મીઠા લાગે
કદીક છાંયડી તો કદીક મૃદુ કિરણો નો આભાસ
જીવન પણ સુખમય થઈ જાય જો મળી જાય ખાસ।

આવા જીવન નો ભોગવો અનેરો આનંદ
બની જાઓ શ્રેષ્ઠ મેળવી પરમાનંદ
નિજાનંદ જેવો કોઈ સુખ નો પ્રકાર નથી!
ધિક્કાર કરવાનો આપણ ને કોઈ અધિકાર નથી।

જીતી લો બધાના દિલ રાખી સ્નેહભર્યું દિલ
રહો ખુશ, પ્રેમાળઅને સંગદિલ
જેટલું વહેંચશો એટલોજ મળશે તમોને પ્રતિભાવ
હરી લેશો બધાના હૈયા રાખી સમભાવ।

જીવન છે એક સંધ્યા
આથમવાની એકકળા કે વિદ્યા
જીવેન માં હોવી જોઈએ કોઈ દુવિધા
જીવન ને અપનાવો જાણી એક સુવિધા।

ડૉ. જાડીઆ હસમુખ
પ્રેરણા: અશ્વિન ખંભોળજા

નવલી બહાર.. Navli
Wednesday, September 30, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 30 September 2020

જીવેન માં હોવી જોઈએ કોઈ દુવિધા જીવન ને અપનાવો જાણી એક સુવિધા। ડૉ. જાડીઆ હસમુખ પ્રેરણા: અશ્વિન ખંભોળજા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success