નિજાનંદ ની મસ્તી Nijanand Poem by Mehta Hasmukh Amathaal

નિજાનંદ ની મસ્તી Nijanand

Rating: 5.0

નિજાનંદ ની મસ્તી

Friday, March 30,2018
8: 07 AM

નિજાનંદ ની મસ્તી

હુ સારો ના બની શક્યો
કોઈ ના પણ દિલ ના જીતી શક્યો!
હતા મારગ જુદા
પણ લોકોએ જ કરી અલવિદા।

દિલ માં કેટલા કેટલા હતા ઉમળકા
વિચારો ઉદ્ભવતા અને શમી જતા
વિમાસણ કેરી પળ આવી જતી
મારા ચમકતા મુખ ને કરમાવી જતી।

જેલો બધો માનવ મેહરામણ
મને થઇ જતી મુંઝવણ
કેમે કરું હું ગોઠવણ?
ના કરું દી હું ચણભણ।

કેટલું બધું વિચારૂ હુ મન માં
કંપકંપી આવી જાય તન માં
લોકો કેમ મને નથી સમજતા?
પડતા પર પાટુ કેમ મારતા?

મારે નથી સમજવો અઘરો પ્યાર
જયાં ન હોય સદાચાર!
દુશ્મન થી પણ વધારે ક્રૂર વ્યવહાર
માનસીક દુરાગ્રહ અને અત્યાચાર।

મને માનસિક તાણ નથી
કોઈ પ્રત્યે અણગમો પણ નથી
વિચારો ની સાત્વિકતા માં જ મને રસ છે
નિજ જીવન ની પળો મને સરેરાશ લાગે છે

નિજાનંદ ની મસ્તી Nijanand
Friday, March 30, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 30 March 2018

હુ સારો ના બની શક્યો કોઈ ના પણ દિલ ના જીતી શક્યો! હતા મારગ જુદા પણ લોકોએ જ કરી અલવિદા।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success