નિર્મળ અને મોહક
મને તમારી સંગાથ ના રંગતા
ભલે તમે પિચકારી થી રમતા
હોળી નો તહેવાર છે
અને આપણો પરિવાર છે।
મારુ કલેવર તો જૂનું છે
અંદર નું શું અવલોકન કરવાનું છે?
ખુબજ મનોમંથન મેં કર્યું છે
અને મન માં પણ ધર્યું છે।
ગમે તેટલો સારો પરિવેશ હું ધારણ કરું!
પ્રભુ ભક્તિ માં લિન રહું અને જાગરણ કરું
પણ રહી ગયેલા દાગ ક્યારેય મટાડી શકવાનો નથી
તેનો પસ્તાવો કરી ને પણ બહાર આવી શકવાનો નથી।
હોળી ના રંગ પણ નહિ ચડે
ઉપર પહોંચેલો પણ પાછો પડે
પણ આપણ ને સંતાડતા આવડેછે
જીવન ને છાવરતા પણ આવડે છે।
બાકી તહેવારો તો ક્યાં નથી આવતા
નવો નવો સંદેશો આપીને ને સમજાવતા
ઘણોજ સમય હતો જીવન સાંભળવા માટે
પણ ના કરી શક્યો ફક્ત એક વૃત્તિ સાટે।
કહેવા માટે છે જ શું?
આખું જીવન કર્યુજ છે શું?
મારું પોતાનું આગવું સર્જન જરૂર કર્યું છે
જીવન માં ફક્ત પ્રકાશ નું પાથરણું કરવાનું બાકી રાખ્યું છે।
આજે હું ગુલાલ અને રંગો થી રમીશ
બધાની વચ્ચે ચિચિયારી અને કિલ્લોલ થી ખેલીશ
બહાર નો દંભ હશે પણ અંદર થી નાદ નહિ હોય
કોઈ પણ આદર્શ નહિ હોય અને સંવાદ પણ નહિ હોય।
ભલે જે કર્યું અને થઇ ગયુ તે થઇ ગયું
હવે જીવન સાફ અને મુક્ત થઇ ગયું
પસ્તાવની સાથેજ જીવન નિર્મળ અને મોહક લાગે છે
જીવન ની હરક પળ જાણે મોદક લાગે છે।
welcome yogina abhilash Unlike · Reply · 1 · Just now
welcome tribhovan panchal Unlike · Reply · 1 · Just now
welcoem rupal bhandari Unlike · Reply · 1 · Just now
welcome mahesh vaghela Unlike · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcoem hitesh sharma Unlike · Reply · 1 · 3 mins