ઓઢી લીધી
રવિવાર,18 નવેમ્બર 2018
ઓઢી લીધી તારા નામની ચુંદડી
પહેરી લીધી તારા નામની લીલી બંગડી
બસ હવે તો સેથી માં સિંદૂર
નથી હવે સમો ઘણો દૂર।
જીવનસાથી મને મળી ગયો
આ ભવ નો સથવારો થયો
મનગમતો ભરથાર મળી ગયો
મારો તો અભરખો પૂરો થયો
કર્યા મેં એટલા બધા પૂજન
તમને જીવન માં પામવાને સનમ
માંડવા માં બેસસે પરોણા ને મહાજન
ઉલ્લાસ થી ચેહરા ચમકશે સ્વજન।
મને કરી દેશે વિદાય સજળ આંખે
સ્નેહીજન અને મા-બાપ મને દેખે
"કેમે કરી લાડલી સંભાળશે સંસાર"?
કેવો હશે એનો સસુરાલ માં વહેવાર।
મારો ગૃહપ્રવેશ યાદગાર રહેશે
બધાના ચરણસ્પર્શ થી આશીર્વાદ મળશે
"ફૂલોફ્લો અને સુખે થી રહો"
આપણા કુલ ને ઉજાળતા રહો।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
મારો ગૃહપ્રવેશ યાદગાર રહેશે બધાના ચરણસ્પર્શ થી આશીર્વાદ મળશે ફૂલોફ્લો અને સુખે થી રહો આપણા કુળ ને ઉજાળતા રહો। હસમુખ અમથાલાલ મહેતા