પાછા વળવાનો
ના, ના કરતા હા કહી દીધું
મન નહોતું કાબુમાં, પ્યાર થી દઈ દીધું
હવે પાછા વળવાનો કોઈ ઈરાદો નથી
મન ને ગમ્યું તેનો વસવસો પણ કૈં નથી।
જતન કર્યું પણ જતું કર્યું
દિલ માં હતું તેને છતું કર્યું
હિમ્મત નહોતી જિહવાને
કહી દીધું, સપનામાં આવવાને।
આ નથી કોઈ ગઝલ કે પછી રંગમંચ ની શાયરી
મારા મનમાંથી ઝલક થાય છે ઉભરતી ડાયરી
એક એક પાના માં પ્રેમ નો રસ છલકાય છે
કહેવા બેસું તો મહાકાવ્ય બની જાય છે।
આકાશ માં તારલા મને ભાવ થી ભીંજવી જાય છે
'ચાંદ ને તેની ચાંદની ની' યાદ આપી જાય છે
મારે ચાંદ થી નથી કઈ જોઈતું, રાત દુખી ના કરે
રહે દૂર, ઘણી દૂર પણ ચિંતા માં વધારો ના કરે।
મીરા નો વિકલ્પ હું નથી અને રાધા સરીખી જોડ નથી
તેમના પ્યાર સામે મારી કોઈ હોડ નથી
મારો પ્યાર બધા થી અનોખો અને બેજોડ છે
બે હંસો ની પ્યારભરી ચાહત ની એક જોડ છે।
કરી રહી હાથ જોડી વિનંતી પ્રેમ થી
કોઈ સગાઇ વધી નથી લોહીના બંધન થી
મેં તો લઇ લીધા રૂસણા, ઘરના બધા વડીલ થી
હવે તો બસ એકજ રાહ છે, ચિંતા કોઈ જટિલ નથી।
મારી ચાહ મારી રહી નથી, કાબુ થી બહાર છે
કુદરત પણ મારી સાથે। બહાર સુંદર બહાર છે
ફૂલો એ કર્યો સત્કાર, મન ને ભીંજવી જાય છે
હેત ની સરવાણી, હાવી થતી જાય છે ।
xpramod singh Unlike · Reply · 1 · Just now 29 Dec by
x welcome gulam hussain dwarka Unlike · Reply · 1 · Just now 24 minutes ago go
ketan panchal Unlike · Reply · 1 · Just now 25 minutes ago
x welcome ryan sharma Unlike · Reply · 1 · Just now 24 minutes ago
welcome Jadeja Sukhadev Sinh Jadeja Unlike · Reply · 1 · Just now 3 hours ago
xwelcome Parmar Dhirendrasinh Unlike · Reply · 1 · Just now 3 hours ago
xsomaiya meera Unlike · Reply · 1 · Just now 3 hours ago
bhavsar bharat Unlike · Reply · 1 · Just now 29 Dec by
xbipin chauhan Unlike · Reply · 1 · Just now 29 Dec
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome jaimin andej Unlike · Reply · 1 · Just now 29 Dec by