પામવી દોલત... Pamvi Poem by Mehta Hasmukh Amathaal

પામવી દોલત... Pamvi

Rating: 5.0

પામવી દોલત
બુધવાર,26 સપ્ટેમ્બર 2018

મારે પામવી છે દોલત
અને રાખવી છે સારો સોબત
મન માં રચાયા છે ઘણા મનસૂબા
પૂર્ણ થશે અંશતઃ કે બહુધા

જીવન એટલે જ સંઘર્ષ
આપણે સ્વીકારવું રહયું સહર્ષ
ભલે ને કઠિન લાગે વર્ષ
અને સૂવું પડે ભોંયતળિયે કે પછી ફર્શ

સુરજ તો છે જ મહાન
કેટલી બધી છે એની આણ
આપણે એની સામે લાગીએ વામણા
કદી ના હોય એની સામે સરખામણા।

જીંદગી એટલે તપતો સુરજ
આપણે તો કરવી જ પડે અરજ
એનું છે આપણી ઉપર કરજ
થોડી તો રાખવી પડશે આપણે સમજ।

જીવન માં છે જ ભયસ્થાન
આપણે નક્કી કરવું રહયું સ્થાન
સાચ્ચેતિ થી કરો પ્રસ્થાન
તો સુખે થી વિરાજશો આસન।

હસમુખ અમથાલાલ મહેતા

પામવી દોલત... Pamvi
Wednesday, September 26, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 26 September 2018

જીવન માં છે જ ભયસ્થાન આપણે નક્કી કરવું રહયું સ્થાન સાચ્ચેતિ થી કરો પ્રસ્થાન તો સુખે થી વિરાજશો આસન। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success