પંથ થાય નિરાળોpanth Poem by Mehta Hasmukh Amathaal

પંથ થાય નિરાળોpanth

પંથ થાય નિરાળો

Tuesday, March 13,2018
11: 39 AM

પંથ થાય નિરાળો

તું તો કૈક છે
સંબંધમાં છેદ છે
કેટલો બધો ભેદ છે?
આ કિલ્લો અભેધ્ય છે।

હું પણ છું એક માનવી
આ વાત નથી નવી
તું પણ એજ હાડમાસ નું સર્જન છે
બધા ને આ ધરતી માં જ વિસર્જન થવાનું છે।

પ્રેમ એતો એક સેતુ
આજ છે એનો હેતુ
બે દિલ એક થાય
નવસર્જન નો હેતુ સફળ થાય।

જિંદગી ના કેટલા કેટલા બધા રંગ
પડી જાય એમાં ભંગ
આની મજાતો ત્યારે આવે જયારે હોય સંગ!
જીવન તો સફળ થઈજ જાય જો ભળે એમાં રંગ।

જીવન એટલે સફળતા ની કુંજી
જો બધા હોય એમાં રાજી
એક બીજાને બધા સમજે
વિચારે અને સપના માં ના રાચે।

જીવન માં હોય એક બીજાનું સમર્થન
પણ હોય ખીટું અર્થઘટન
પંથ થાય નિરાળો અને કરે વિઘટન
જીવન થઇ જાય અકારું અને નોંતરે પતન।

પંથ થાય નિરાળોpanth
Tuesday, March 13, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 13 March 2018

જીવન માં હોય એક બીજાનું સમર્થન પણ હોય ખીટું અર્થઘટન પંથ થાય નિરાળો અને કરે વિઘટન જીવન થઇ જાય અકારું અને નોંતરે પતન।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success