પર્યુષણ પર્વ Paryushan Poem by Mehta Hasmukh Amathaal

પર્યુષણ પર્વ Paryushan

પર્યુષણ પર્વ

નિજ ના વખાણ
કઈ વાપરીશું ખાણ?
જે કદી ના આવવા દે ઉપર
તમને ઊંઘ નહિ આવે શૈયા પર।

મનનો મેલ
કરે છે બધો ખેલ
કેટલો બધો દેખાવ?
અને દેખાઈ આવે તેવો ભેદભાવ!

સદી ઓ વીતી ગઈ
કાળ નો કોરડો વીંઝતી ગઈ
છતાં આપણે ઠેરના ઠેર
એજ જૂની બોટલ માં નવા વેર।

પહેલા હતી ધંધાની હરીફાઈ
હવે થઇ ગઈ વાઈ ફાઈ
કેટલો દેખાડો અમીરી નો?
પણ છાંટો નહિ દયા નો।

અન્ન નો બગાડ
ધનવાનતા નો વળગાડ
પણ ક્યાં છે ધર્મ નો અંશ?
બસ ખાલી વધારવો છે વંશ?

ધરતીપર નો બોજ ઓછો થશે નહિ
જો સાદાઈ નો સમાગમ થશે નહિ
દયા દિલ માં વસ સે નહિ
પ્રભુ પ્રત્યે નો મન થી અહોભાવ ટકશે નહિ।

આજ થી મહાપર્વ શરૂ
દિલ માં ઉકળતો ચરુ
છતાં મન માં છે પ્રભુ પ્રત્યે અથાગ શ્રદ્ધા
નાના મોટા નો એકજ સંકલ્પ અને બોલે પણ બધા।

નિજ ને સમાવીશ ઇષ્ટ માં
જરૂર પ્રણ લઈશ પ્ર્રાણ માં
ના કરીશ કોઈ ને દુઃખી વચન થી અને કર્મ થી
આજે હું વંદન કરું છું પ્રભુ પ્રેમથી।

નથી જોઈતું સુખ વરવું
જે સાથ નથી આપે એવું
શા માટે જીવન ને વેડફવું?
નવા કલેવર અને મજબૂત મન માટે મારે ફક્ત વિનવવું।

પર્યુષણ પર્વ Paryushan
Friday, August 18, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 18 August 2017

નથી જોઈતું સુખ વરવું જે સાથ નથી આપે એવું શા માટે જીવન ને વેડફવું? નવા કલેવર અને મજબૂત મન માટે મારે ફક્ત વિનવવું।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 22 August 2017

welcome jaswant singhh kodarsinh Like· Reply ·1· Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 August 2017

welcoem dipika desai Like · Reply · 1 · Just now Manage

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 August 2017

welcoem jayesh patel Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 August 2017

welcmem mahesh parmar Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 19 August 2017

welcome naresh patel Like · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success