પ્રભુ પણprabhu Poem by Mehta Hasmukh Amathaal

પ્રભુ પણprabhu

Rating: 5.0

પ્રભુ પણ

શનિવાર,23 જૂન 2018

પ્રેમ ને ભલે નકારો
પણ જીવતે જીવ તો ના મારો
પ્રેમ ને ના મળ્યો સહારો તમારો
તમે આપ્યો તુછકારો અને જાકારો

તમને પસંદ હતી જાહોજલાલી
મને ગણ્યો તમે મવાલી
મારા સિદ્ધાંતો તમને લાગ્યા ખાલી
મને છોડી દીધો વગાડી તાલી।

આવો પ્રેમ પણ મેં સ્વિકાર્યો
આ હતો તર્ક અસંગત અને નર્યો
પણ મેં પ્રેમ ને મેં આપ્યો એક મૌકો
તેને તો મારો જ કરી નાખ્યો ચોકો।

હું જોતો રહ્યો તેમને ફરતા
તેની નજરો મારી મશ્કરી કરતા
હું સમસમી જતો
અને કડવો ઘૂંટ પી જતો।

સમય પસાર થતો ગયો
ઉંમર નો પડછાયો મોટો થતો ગયો
તે પણ ફૂલ ની જેમ મુરજાતી ગઈ
તેની સાહ્યબી પણ સમય ની સાથે જતી ગઈ।

અમીરી ની ચમક ગાયબ થઇ ગઈ
ગરીબી ની પ્રતીતિ તેને જરૂર થી થઇ
મને તો આદત હતી એકલો જીવવાની
તેને તો તાકાત જ ના હતી જીરવવાની।

મારી સામે તે જોઈ નથી શકતી
મને કહેલ કહેણ ને પાછા નથી કઈ શકતી
હું જોઈશકું તેના દિલ ની અસમંજસ
પણ કહેવાનું નથી કરી શકતો સાહસ।

એક વાત મને શીખવા મળો
"પ્રેમ એટલે આંખો મળી"
આવી ભૂલ કદી સમજવામાં ના કરવી
જે સ્થિતી હોય તેને કદી ના છુપાવવી।

પ્રેમ ને જો પવિત્ર માનતા હો તો
તેની અવગણના કદી ના કરશો
પ્રેમ કોઈ ભેદભાવ જોતો નથી
પ્રભુ પણ એના પારખા કરતો નથી।

હસમુખ અમથાલાલ મહેતા

પ્રભુ પણprabhu
Saturday, June 23, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome lesiba hlubgz 1 Manage Like · Reply · 1m

0 0 Reply

પ્રેમ ને જો પવિત્ર માનતા હો તો તેની અવગણના કદી ના કરશો પ્રેમ કોઈ ભેદભાવ જોતો નથી પ્રભુ પણ એના પારખા કરતો નથી। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success