પ્રભુ ની રીત Prabhu Poem by Mehta Hasmukh Amathaal

પ્રભુ ની રીત Prabhu

પ્રભુ ની રીત

મનમોહના, યદુનંદન
કરું હું તમેને કોટિકોટિ વંદન
તમે વહો છો રુધિર બની નસો માં
પ્રેમી થઇ ને વસો છો કોમળ દિલ માં।

એકજ સંદેશ ફેલાવ્યો જગ માં
'રહે અને વહે પ્યાર' તન ની રગ માં
હર સાચો પ્રેમી બની રહે અને માગે તેની દાદ
કોઈ ને ના જોઈયે તેને માટે સંવાદ।

આંખો તરસે તેને જોવા
વારે વારે પૂછે ક્યાં છે હવા?
કેમ ફૂલો આજે ખીલતા નથી!
વાતાવરણ માં કેમ મહેકતા નથી?

અંગ અંગ તરસે પ્રભુ
હવે તો પ્રગટો સ્વયંભૂ
મન ને કરી દો તરબતર
ના રહે મન માં નાનું પણ અંતર।

યોગપુરુષ નો વિશ્વ માટે એકજ સંદેશ
ના રાખો મન માં કોઈ અંદેશ
સમજો પ્રેમ ની મહત્તા
પછી ભલે ના મળે કોઈ સત્તા।

પ્રેમ ના ભૂખ્યા રહે ના કોઈ
સમજાવો મન ને સહુ કોઈ
ના વિતાવો જિંદગી રોઈ રોઈ
પ્રભુ ની રીત નિરાલી હોઈ।

પ્રભુ ની રીત Prabhu
Tuesday, May 2, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome aman pandey Unlike · Reply · 1 · Just now

0 0 Reply

સમજો પ્રેમ ની મહત્તા પછી ભલે ના મળે કોઈ સત્તા। પ્રેમ ના ભૂખ્યા રહે ના કોઈ સમજાવો મન ને સહુ કોઈ ના વિતાવો જિંદગી રોઈ રોઈ પ્રભુ ની રીત નિરાલી હોઈ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success