પ્રતિભા પણ રાખો
જો હોય સમાજ અને મિત્રગણ માં ઈજ્જત
તો જીવન માં આવી જાય લિજ્જત
આખા વિભાગ માં તમારી પૂછ થાય
મૂછ જો રાખતા હોય તો મૂછો ની ઈજ્જત થાય।
ઈજ્જત કામ કર્યા વગર ના મળે
કામ જ તમ ને પ્રશંષા ના જવા દે એળે
એનો મેળ એટલે જેમ દૂધ માં સાકાર ભળે
તમારી જ પ્રશંષા ને લોકો સાંભળે।
તમે વેપારી ને સમયસર ચૂકવણી કરતા હો
કોઈ ને પણ આપેલો શબ્દ ઉથાપતા ના હો
તો સમજો કે તમારો ઉમેરો 'મૂલ્યવાન ગ્રાહક ' માં થાય
કોઈ પણ માણસ તમને માલ ઉધાર આપવા તૈયાર થઇ જાય।
નાનો સમાજ હોય તો નામાંકિત તરીકે ગણના થાય
સમગ્ર પંથક ના નાગરિકો તમને માનતા થાય
પ્રતિષ્ઠિત ઘરો માં તમારો ઉમેરો થાય
સંબંધ બાંધવા માટે પણ ધસારો થાય।
માં બાપ ના નામને બટ્ટો ના લાગે તેનો બધા ખ્યાલ રાખતા હોય
'સવાયું નામ કેમ ના થાય' તેની ઝંખના હંમેશા કરતા હોય
'કપૂત પાક્યો' કુટુંબ અને માં બાપ નું નામ બોળ્યું
સમગ્ર સમાજે નોંધ લીધી કે જીવન માં ઝેર ઘોળ્યું
ઈજ્જત ખાલી હવાઈ વાતોં થી ના મળે
એના માટે પરસેવો પાડવો પડે
થોડો ઘસારો પણ વેઠવો પડે
અને વખત આવે ઠપકો પણ સાંભળવો પડે।
કમાઓ પણ ખ્યાલ રાખી ને
રાખો ડગ આગળ સમય પારખી ને
નિર્ણય લો ઝીણવટ થી નીરખી ને
પ્રતિભા પણ રાખો સુરખીઓમાં રહીને।
કમાઓ પણ ખ્યાલ રાખી ને રાખો ડગ આગળ સમય પારખી ને નિર્ણય લો ઝીણવટ થી નીરખી ને પ્રતિભા પણ રાખો સુરખીઓમાં રહીને।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcoem aman pandey Like · Reply · 1 · Just now