પ્રેમ ના તરસ્યા... Prem Poem by Mehta Hasmukh Amathaal

પ્રેમ ના તરસ્યા... Prem

Rating: 5.0

પ્રેમ ના તરસ્યા
ગુરુવાર,6 dec 2018

આપણે બધા હેત ના ભૂખ્યા
એક બીજાના પ્રેમ ના તરસ્યા
જે મળ્યો પ્રેમથી, તેને ગળે લગાડ્યો
મોંઘેરો બની ને આવ્યો, મેહમાન થઈને ગયો।

આજ છેઆપણી જૂની પ્રથા
પ્રવર્તમાન છે અને વિદ્યમાન છે સર્વથા
એક બીજા પ્રત્યે આદર અને સન્માન
પરોણો હોય તો પરોણો પછી બને મેહમાન।

ચા, પાણી નો પહેલે ભાવ પુછાય
દૂર થી આવ્યા હોય તો ખબરઅંતર પુછાય
"જમી કરી ને જજો" અને રોકાઈ જાવ
આવા ઉભરાય એક બીજા પ્રત્યે ભાવ।

આપણે પરદેશીઓનેવતન માં સમાવ્યા
પ્રેમ થી આવકાર્યા અને સ્વીકાર્યા
તેમની સંસ્કૃતિ ને પણ અપનાવી
નવી શૈલી ને અપનાવી અને જીવન નો ભાગ બનાવી।

આજે બદલાવ ઓ આવ્યો છે
સંબંધો માં ઓટ પણ લાવ્યો છે
એકબીજા પ્રત્યે કૂણી લાગણી ઓ ભુલાઈ છે
જીવન ના મૂલ્યો ની જાહેર માં ધોલાઈ કરી છે।

હસમુખ મેહતા

પ્રેમ ના તરસ્યા... Prem
Thursday, December 6, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 06 December 2018

આજે બદલાવ ઓ આવ્યો છે સંબંધો માં ઓટ પણ લાવ્યો છે એકબીજા પ્રત્યે કૂણી લાગણી ઓ ભુલાઈ છે જીવન ના મૂલ્યો ની જાહેર માં ધોલાઈ કરી છે। હસમુખ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success