પ્રેમ ના પારખા ના હોયprem Poem by Mehta Hasmukh Amathaal

પ્રેમ ના પારખા ના હોયprem

પ્રેમ ના પારખા ના હોય
Friday, March 30,2018
8: 31 AM

તું જો વાંચી શકતી હોય મન ના ભાવ
વર્ણન કરી શકતી હોય હાવભાવ
તો રહેશે સદા સમભાવ
કદી નહિ લાગે પ્રેમ નો અભાવ।

તારી આંખો માં હું નિહાળું પ્રેમ ના મોજા
તટપરઆવે ને જાય પાછા
હું થઇ જાઉં પ્રેમવિભોર
મન નો મોર મચાવે શોર।

મારે મન તુ એક ઉપાસના
મન માં કદી ના ઉદ્ભવે વાસના
પ્રેમ માં કદી ના થાય મોહભંગ
રહીશું સદા સંગસંગ।

તારી આંખીઓ માં ભાળું સદા બાળપણ
આંખો નચાવી તું દેખાડે ભોળપણ
પણ હૂ તો પ્રેમ નો અભિલાષી
મન નો સાચો અને સદૈવ હિતેષી।

આ જ છે મારો પ્રેમ
પણ કહું તને કેમ?
વાચા ને મારગ જડતો નથી
દિલ ને કોઈ રસ્તો સૂઝતો નથી।

દિલ ને રહે સદા વસવસો
પણ હું આપું તેને દિલાસો
પ્રેમ ના પારખા ના હોય
કોઈ ના દિલ ને સતાવવાનું ના હોય।

પ્રેમ ના પારખા ના હોયprem
Thursday, March 29, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 30 March 2018

Sushma Thakkar Waah waah kya 1 Manage Like · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success