પ્રેમ એ વાસના નું પ્રતીક નથી Prem E Poem by Mehta Hasmukh Amathaal

પ્રેમ એ વાસના નું પ્રતીક નથી Prem E

પ્રેમ એ વાસના નું પ્રતીક નથી

થઇ જાય અગર પ્રેમ
તો રાખો એકજ નેમ
રહીશ પણ સાથે
અને બોલ સહર્ષ જીલીશ માથે। પ્રેમ એ વાસના નું પ્રતીક નથી

મને ખબર છે પ્રેમના ઝંઝાવાત ની
એમાં થતા દિલભંગ ની અને આઘાત ની
દુઃખ ની લાગણી અને સુખ ના વાત ની
અને યાદગીરી પાછી સુરમ્ય રાત ની । પ્રેમ એ વાસના નું પ્રતીક નથી


વિચારી ને કંઈ પ્રેમ થોડો થાય છે
અને થઇ જાય તો કઈ થોડો ગવાય છે
એતો મન માં જ આનંદિત થવાય
વારંવાર લાગણી પ્રદર્શિત ના થાય। પ્રેમ એ વાસના નું પ્રતીક નથી


એક વખત લાગે ઝપટ આગની
થઇ જાય હાનિ પ્રેમ ની
ખરી કસોટી તો હવે આવે
લોકો પ્રેમ ની એરણ પર પ્રહાર ઘણા ચલાવે। પ્રેમ એ વાસના નું પ્રતીક નથી

જો જો કૂદી જતા નાસીપાસ થઇ ને
કિશ્તી ને પકડી રાખજો હિંમતવાન થઇ ને
પ્રેમ નો ખરો રંગ તો હવે દેખાશે
જિંદગી પણ જીવાશે હોંશે હોંશે। પ્રેમ એ વાસના નું પ્રતીક નથી

આજ છે ખરું જીવન
રાખજો એને સજીવન
પ્રેમ એ વાસના નું પ્રતીક નથી
જીવન ના 'સ્વસ્તિક' માં એ મૂક પ્રેક્ષક નથી। પ્રેમ એ વાસના નું પ્રતીક નથી

પ્રેમ એ વાસના નું પ્રતીક નથી  Prem E
Thursday, October 27, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 27 October 2016

xD.p. Jasapara Khub sunder Unlike · Reply · 1 · 7 mins 2 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 October 2016

આજ છે ખરું જીવન રાખજો એને સજીવન પ્રેમ એ વાસના નું પ્રતીક નથી જીવન ના 'સ્વસ્તિક' માં એ મૂક પ્રેક્ષક નથી। પ્રેમ એ વાસના નું પ્રતીક નથી

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success