પ્રેમ માં બનાવટ Prem Maa Poem by Mehta Hasmukh Amathaal

પ્રેમ માં બનાવટ Prem Maa

પ્રેમ માં બનાવટ

જો, જેમ તમે કહો છો, તે સત્ય છે
તો સમજી લો પ્રેમ નો ક્ષય છે
બનાવટ નો પરદાફાશ થાય
તે પહેલા જલ્દી થી ચેતી જાવ।

પ્રેમ માં બનાવટ ના હોય
તેની છણાવટ પણ ના હોય
કોઈપણ સમયે લાગે કે કૈંક રંધાઈ રહયું છે!
તો તરત ને તરતજ તેનો ખુલાસો એકમાત્ર અવકાશ છે।

શંકા નો કીડો મનમાં આકાર ના લેવો જોઈએ
સપના સાકાર કરવા માટે પ્રેમી કેવો હોવો જોઈએ?
એની ચકાસણી મન ને અનુરૂપ હોવી જ જોઈએ
મન કહે તોજ આગળ વધવું જોઈએ।

કલ્પના માત્ર થી શંકા ના વમળો સર્જવા
પછી ખાલી ખાલી આક્ષેપો વહેતા કરવા
પ્યાર ને નબળો પુરવાર કરવા પૂરતા છે
પ્યાર ને આકાર લેતા પહેલાજ ખતમ કરવો, ક્રૂરતા છે।

Wednesday, November 16, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 16 November 2016

કલ્પના માત્ર થી શંકા ના વમળો સર્જવા પછી ખાલી ખાલી આક્ષેપો વહેતા કરવા પ્યાર ને નબળો પુરવાર કરવા પૂરતા છે પ્યાર ને આકાર લેતા પહેલાજ ખતમ કરવો, ક્રૂરતા છે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success