પ્રેમ નો એકરાર... Prem No Poem by Mehta Hasmukh Amathaal

પ્રેમ નો એકરાર... Prem No

Rating: 5.0

પ્રેમ નો એકરાર

સોમવાર,6 ઓગસ્ટ 2018

તમે જ તો કરતા હતા આલિંગન
રહેતા હતા પ્રેમ માં મગન
ના જોતા હતા તારા અને ગગન
અચાનક કેમ થઇ ગયું પરમ નું દહન!

પાણી નો પરપોટો એકદમ જ ફૂટી ગયો
જાણે હૃદય ની કાચ તૂટી ગયો
કેટલા કેટલા પ્રતિબમ્બો ઉભરી આવ્યા
મારે માટે મુસીબત નો સંદેશો લાવ્યા।

શું આજ છે પ્રીત ની રીત?
નાખી પડાવે અજબ ની ચીસ
હૃદય માંહે થી કરે કલ્પાન્ત
આતો પ્રેમ નોઆવ્યો કરું અંત।

મારા તો હોઠ જ સિવાય ગયા
મને ઉદાસી ના સમંદર માં ધકેલી ગયા
જાણે નાવહમણાં જ જળસમાધિલઇ લેશે
જિંદગી ને તમામ વ્યાધિ માં થી મુક્ત કરી દેશે।

ખેર! જે હોય તે આનું કારણ
પણ વિચ્છેદ થયો અકારણ
પ્રેમ નું થયું જાણે બાળમરણ
હવે કદી નહિ થાય સ્મરણ।

પ્રેમ કદાચ બલિદાન નું નામ પણ હોય
એક બીજા પ્રત્યે કૂણી લાગણી અને લગાવ હોય
કુદરત નો સંકેત મિલન માટે નો નહિ હોય
આપણે બધાએ એને સ્વીકારવા નો જ હોય।

કેટલાએ પ્રેમી પંખીડાઓએ જીવન ટૂંકાવ્યું હશે
કેટલાએ કુટુંબો એ એમની પાછળ મરશિયા ગાયા હશે
"અરેરે, પ્રેમ પાછળ તો પ્રાણ ટૂંકાવવાનો ના હોય"
એક બીજાના માટે પ્રેમ તો ટકાવવાનો હોય।

મેં મન મનાવી ને આશ્વાસન આપ્યું
તરસતા દિલને આહવાહન આપ્યું
કરી લે સપના ને સાકાર
ભલે તેણે ને કર્યો છે તારો અસ્વીકાર

આ તો મનખા નો અધિકાર
ના કરાય મનસ્વી રીતે ઈન્કાર
જ્યારે કરો છો પ્રેમ નો એકરાર
તો પછી કદી ના હોવી જોઈએ તકરાર।

હસમુખ અમથાલાલ મહેતા

પ્રેમ નો એકરાર... Prem No
Monday, August 6, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 06 August 2018

આ તો મનખા નો અધિકાર ના કરાય મનસ્વી રીતે ઈન્કાર જ્યારે કરો છો પ્રેમ નો એકરાર તો પછી કદી ના હોવી જોઈએ તકરાર। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success