પ્રેમ ના અંકુર...Premnaa Poem by Mehta Hasmukh Amathaal

પ્રેમ ના અંકુર...Premnaa

Rating: 5.0

પ્રેમ ના અંકુર
મંગળવાર,2 ઓક્ટોબર 2018

એકજ મન માં વાત
ક્યારે આવશે રમણી રાત?
ચંદ્રમા ની શીતલ છાયા માં
અમે કરીશું વાતો, રાતો માં।

કર્યો હતો પ્રેમ અજાણતા
પ્રેમ નો અર્થ કદી ના સમજતા
કરતા એનો એકરાર રોતારોતા
ગંભીર થઇ પ્રેમાલાપ ને સમજાવતા।

પ્રેમ માં દુરી કેમે સહેવાય?
પ્રેમ ની લાગી લહાય કેમે બુજાય
પ્રેમા સખ્તી તો થોડીઘણી સમજાય
વદનપર શરમ ના શેરડા આવે ને જાય।

જોવી નથી હવે સમય ની વાટ
થવું હશે તે થશે જો લખ્યું હશે લલાટ
ચાલી જશે જિંદગી સમય ની વાટ પર
આપણે સુતા રહી જઈશું ખાટપર।

પ્રેમ નથી કોઈનો અભિશાપ
એને તો મળ્યો છે પ્રભુ નો આશિર્વાદ
જીવન માં રાખો એકજ અપવાદ
ફૂટવાદો પ્રેમ ના અંકુર અને ના કરો વિવાદ।

હસમુખ અમથાલાલ મહેતા

પ્રેમ ના અંકુર...Premnaa
Monday, October 1, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 01 October 2018

પ્રેમ નથી કોઈનો અભિશાપ એને તો મળ્યો છે પ્રભુ નો આશિર્વાદ જીવન માં રાખો એકજ અપવાદ ફૂટવાદો પ્રેમ ના અંકુર અને ના કરો વિવાદ। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success