પ્રેમરોગ... Premrog Poem by Mehta Hasmukh Amathaal

પ્રેમરોગ... Premrog

Rating: 5.0

પ્રેમરોગ
સોમવાર,22 ઓક્ટોબર 2018

આવ્યા હતા પૂછવા ને ઘણું
મન માં સેવ્યું હતુ શમણું
દિલ ની વાતો કહી ના શક્યા
કહેવાનો મોકો પણ ના આપી શક્યા।

પ્રેમ કહેવાય રાજરોગ
મળવાનો થઇ જાય સંજોગ
ના સહેવાય કે રહેવાય સંયોગ
વિચિત્ર દશાના થતા હોય યોગ।

આંખોમાં જુદી ચમક હોય
ચહેરાપર આગવી હોય રોનક
જુદા જ પ્રકાર નુ હોય કૌવત કે કૂતુહલ
વાતો કરીએ તોજ થાય મન હળવું ફૂલ।

આ તો કહેવાય પવિત્ર બંધન
પણ તેમાં આવે ઘણા વિઘન
મનમુટાવ, સંઘર્ષ ના એંધાણ વર્તાય
ઘરના લોકો નો અવિશ્વાસ કદી ના જીરવાય।

ઘણીવાર તમે અવિચારી પગલું ભરો
માં બાપ ને માથે આવી પડે ભારો
આપણા કામ થી નીચું જોવાય
જીવન માં બોલવા ના સંબંધ પણ તૂટી જાય।

હસમુખ અમથાલાલ મહેતા

પ્રેમરોગ... Premrog
Monday, October 22, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 22 October 2018

ઘણીવાર તમે અવિચારી પગલું ભરો માં બાપ ને માથે આવી પડે ભારો આપણા કામ થી નીચું જોવાય જીવન માં બોલવા ના સંબંધ પણ તૂટી જાય। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success