પુણ્યના પાસા Punya Poem by Mehta Hasmukh Amathaal

પુણ્યના પાસા Punya

પુણ્યના પાસા

સુખ વહેંચવા પણ સંગત જોયે
જે દુઃખ ને સમજે અને રોયે
આંખમાં આંખ પરોવે
દુખડા ને ધીરે ધીરે ભુલાવે।

આવી વ્યક્તિ તો ભગિની જ હોય
જેને આપણા જેવીજ લાગણી હોય
'હું તારી હારેજ છું" તારી સાથેજ મરીશ
તારા સુખ ની ઘડી લાવીને જ જંપીશ।

નહિ મળે આવી વ્યક્તિ
જેને હોય અનુભૂતિ
જે ઉભો રહે અડીખમ જયારે આવે વિપત્તિ
માને સંબંધ ને એક મુલ્યવાન સંપત્તિ।

તમે સુખ નો પણ પુરેપુરો અનુભવ નથી કરી શકતા
વારે વારે ચોરી થઇ જવાના વિચારો આવતા
'ઘરના જ માણસો દગો આપશે' એ વિચારો નીંદર ના આવવા દેતા
આવું વિચારો એટલે ડાયાબિટીસ અને અનિંદ્રા નો ભોગ બની જતા।

સુખ ને પણ વહેંચી ને ભોગવો
દોસ્તો ની જોડે ખુબજ મોજ ઉડાવો
ખાવો પીવો ને ખુબ દાન કરો
જે બચે તેના સદુપયોગ માટે વિચારો।

નથી આ તારું કે નથી બીજાનું
મળ્યું છે તને પુણ્યના પાસા નું
જેટલો વાપરશો ઉત્થાન ગરીબો માટે
વૃદ્ધિ પણ વધશે જયારે મળશે દુઆ તેના સાટે।

પુણ્યના પાસા Punya
Tuesday, April 25, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 26 April 2017

aman pandey Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 26 April 2017

manisha mehta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 April 2017

welcome rohit rony kuniya; Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 April 2017

સુખ વહેંચવા પણ સંગત જોયે જે દુઃખ ને સમજે અને રોયે આંખમાં આંખ પરોવે દુખડા ને ધીરે ધીરે ભુલાવે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success