રહો હંમેશા ગરીબનવાજ Raho Hamesha Poem by Mehta Hasmukh Amathaal

રહો હંમેશા ગરીબનવાજ Raho Hamesha

રહો હંમેશા ગરીબનવાજ

પત્થર ને તોડવા તાકાત જોઈએ
હાથો માં ક્ષમતા જોઈએ
તેના માટે કલા ની જરૂર નથી
બસ મહેનત અને પરસેવો પાડવાની જરૂર થી।

એના પરસેવા માં સુગંધ છે
માનવતા ની ફોરમ છે
લાચારી નથી પણ કુદરત ની સામે ભીડવાની હામ છે
નવી વસ્તુ નું નિર્માણ કરવાનો નીર્ધાર છે।

શિલ્પકાર નું કામ પત્થર ને કોતરવાનું
નાની નાની છીણી વડે પ્રાણ ને ફૂંકવાનું
મૂર્તિ ને જીવંત વાણી અને વાચા આપવાનું
બોલું બોલું કરે તેવો ઘાટ આપી ને મૂર્તિમંત કરવાનું।

આતો થઇ સામાન્ય વાત પ્રેરણામુર્ત થવાની
સામાન્ય માણસ ની એક પ્રેરણા સાધના મૂર્તિ થવાની
કૈંક ખાવા માટે ના હોય તો પણ દીનબંધુ થવાની
આખો જન્મારો સેવામાં અર્પી કુરબાન થવાની।

શા માટે પીછે હઠ અથવા પારોઠ ના પગલા?
જીવન છે કદી થઇ જાઓ વહાલા તો કદી દવલા
ચડ ઉતર તો થયા કરે પણ હારી ના જવાય
ગમે તે થાય પણ ઠરીઠામ જ થવાય।

આપણેજ કલાકાર, મૂર્તિકાર અથવા શિલ્પકાર
બસ જોઈએ ફક્ત હાથ બનવા માટે માહિતગાર
રસ્તા ઘણા હશે પણ એકજ રહેશે યાદગાર
રહો હંમેશા ગરીબનવાજ તો યાદ રહેશો જાણે હતા મદદગાર।

રહો હંમેશા ગરીબનવાજ Raho Hamesha
Sunday, January 1, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 02 January 2017

welcome syahee.com Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 January 2017

welcome pintu raj Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 January 2017

આપણેજ કલાકાર, મૂર્તિકાર અથવા શિલ્પકાર બસ જોઈએ ફક્ત હાથ બનવા માટે માહિતગાર રસ્તા ઘણા હશે પણ એકજ રહેશે યાદગાર રહો હંમેશા ગરીબનવાજ તો યાદ રહેશો જાણે હતા મદદગાર।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success