રામ નો સહારો... Ram Poem by Mehta Hasmukh Amathaal

રામ નો સહારો... Ram

Rating: 5.0

રામ નો સહારો
મંગળવાર,29 જાન્યુઆરી 2019

મને રામ નો સહારો
એના નામ નો સથવારો
કપાશે સુખ થી જન્મારો
દુઃખ નો ના લાગશે અણસારો।

જીવન છે ઘણું કઠણ
પ્રભુ નું કરવું રટણ
જીવન છે કસોટી નું એરણ
બસ સમજી લો એનું તારણ।

જીવન નો મારગ જો ના કપાય
તો જીવતર વસમું થઇ જાય
પાપો થી જો જીવન છલકાય
તો પછી પુન્ય ક્યાં થી જમા થાય?

આવા જીવતર નો એકજ ઉપાય
સદગુણોથી જ ઉદ્ધારથાય
જીવતર નો ઉદ્દેશ સફળ થાય
અને ભવસાગર સફળતા થી તરી જવાય।

ટીપે ટીપે સરોવર ભરાય
તેમ પુણ્યો નો ધીરે ધીરે ઉદય થાય
જમા પાસું વધે એટલે સુખ નો ઉદય થાય
ચારેકોર પ્રશંશા થાય અને વાહવાહ થાય

હસમુખ અમથાલાલ મહેતા

રામ નો સહારો... Ram
Tuesday, January 29, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 29 January 2019

Bhadresh Bhatt 1 mutual friend Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 January 2019

Tum Yang Hang Limbu 14 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 January 2019

ટીપે ટીપે સરોવર ભરાય તેમ પુણ્યો નો ધીરે ધીરે ઉદય થાય જમા પાસું વધે એટલે સુખ નો ઉદય થાય ચારેકોર પ્રશંશા થાય અને વાહવાહ થાય હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success