રણ માં મળે વીરડી Ran Maa Poem by Mehta Hasmukh Amathaal

રણ માં મળે વીરડી Ran Maa

રણ માં મળે વીરડી


હેડકી આવી ને આવી યાદ
એની કેમ હોય ફરિયાદ
તમે ના આપો ધીમો અવાજ
પણ એની મીઠાસ તો આજે પણ યાદ આવેજ।

રહો છો જોજન દૂર
પણ સબંધ છે ભરપૂર
એક બીજાના હેત ની લાગણી
તેની કેમે હોય સરખામણી?

વાણી માં પણ મીઠાસ
કોઈ ના કરીશકે એનો પરિહાસ
હંમેશા કરવા પ્રેરે ઉલ્લાસ
મન માં ને મન માં થાય એનો એહસાસ।

આવા સબંધો ના હોય કોઈ પર્યાય
સ્વાર્થ નો સંબંધ તો તુર્તજ જણાય
એક બે વખત માં તો પરીક્ષા થઇ જ જાય
માણસ ને પારખવામાં સમય ના વેડફાય।

આજે સમય બદલાઈ ગયો છે
માણસ છેતરવા માં પાવરધો થઇ ગયો છે
કોઈ ના મન ની વાત તમે કળી શકતા નથી!
ચક્ષુ પાર પડેલા પડદા ને તમે હટાવી શકતા નથી।

છતાં આપણ ને રણ માં મળે વીરડી
નાનું વૃક્ષ પણ આપે શીળી છાંયડી
એક તરસ છિપાવે અને આપે કલેજે ટાઢક
બીજી પહુંચાડે ખુબજ આનંદદાયક ઠંડક।

આવી મનભાવન યાદ
ના માગે કોઈ સંવાદ
તે ને ના હોય લવાદ
બસ તમને ફક્ત લાગે આહલાદક।

રણ માં મળે વીરડી  Ran Maa
Sunday, February 5, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 05 February 2017

welcome Dhiren Vaghela Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 February 2017

Keshubhai Bhai Good sir Unlike · Reply · 1 · 3 hrs

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 February 2017

welcome Dhiren Vaghela Unlike · Reply · 1 · 24 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 February 2017

Shantlal Keshavji Nagda Shantlal Keshavji Nagda · Friends with Vikramsinh Makavana सरस See translation Unlike · Reply · 1 · 4 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 February 2017

આવી મનભાવન યાદ ના માગે કોઈ સંવાદ તે ને ના હોય લવાદ બસ તમને ફક્ત લાગે આહલાદક।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 February 2017

Vikramsinh Makavana વાહ સાહેબ. ખૂબજ સરસ. Unlike · Reply · 1 · 4 mins

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success