રંગબેરંગી પ્રભાવ Rangberangi Poem by Mehta Hasmukh Amathaal

રંગબેરંગી પ્રભાવ Rangberangi

રંગબેરંગી પ્રભાવ

જો ના આવત હોળી
તો ક્યાંથી ભરાત મારી જોળી
ક્યાંથી મારત જોબન ની પિચકારી?
અરે ક્યાં રહયા હતા બાકી મારા ગિરધારી?

આજ નો તહેવાર રંગો થી ભરપૂર
મન માં લાવે તરંગો ની વણઝાર
હૈયું ખીલી ઉઠે દેખી રંગ ચોમેર
દેખાય ફુલો રંગબેરંગી સુગંધી થી ભરપૂર।

આની જ તો વાટ જોવાતી હતી
જુવાની માં જેની જરૂરત હતી
ખેલૈયા ની માણવાની વાત હતી
અરે ચૂંદડી ને ભીંજવવાની રમુજ હતી।

સામે ઉભી હોય તો પ્રકાશ નો પુંજ હતી।
ટોળા માં પણ તેની ગુંજ હતી
અબજ નો રંગ અને ગજબ નો ગુંજારવ
પ્રકૃતિ પણ નિહાળે માનવ નું ગૌરવ।

રંગ તો હોવાજ જોઈએ જીવન માં
ફૂલો તો ઉગવાજ જોઈએ ઉપવન માં
ના હોય જીવન માં કોઈપણ બદલાવ
તો ક્યાંથી લાવીશું સુમેળભર્યો સ્વભાવ?

આજ જીવન છે અને આનેજ સંવારવાનું છે
જીવન માં સંભારણું બનાવી સંઘરવાનું છે છે
'કોણ હશે મારા જીવન ની સામ્રાઘની' કહી ને પસંદ કરવાનું
અને જો ફળીભૂત થઇ જાય તો વિવાદ ને ટાળવાનું।

આવો અમારો હોળી સાથેનો 'હોળીકાદહન' ઉત્સવ
રમૂજ ની છોળો સાથેનો રંગબેરંગી પ્રભાવ
સૂર્ય ને પણ ઝાખો પાડે અને ઉત્સાહ માં વધારો કરે
મન કલુષિત હોય તો પણ વરતારો ના કરે।

રંગબેરંગી પ્રભાવ Rangberangi
Sunday, March 12, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 13 March 2017

welcome manisha mehta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 13 March 2017

welcome rupal bhandari Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 13 March 2017

welcome mahesh vaghela Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 March 2017

આવો અમારો હોળી સાથેનો હોળીકાદહન ઉત્સવ રમૂજ ની છોળો સાથેનો રંગબેરંગી પ્રભાવ સૂર્ય ને પણ ઝાખો પાડે અને ઉત્સાહ માં વધારો કરે મન કલુષિત હોય તો પણ વરતારો ના કરે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success