રસમ જુદી.. Rasam Poem by Mehta Hasmukh Amathaal

રસમ જુદી.. Rasam

Rating: 5.0

રસમ જુદી
Saturday, November 23,2019
10: 29 AM

નથી કોઈ ની મારે જરૂર
હું રહુ મસ્ત અને મગરૂર
આપી ખુશી ને રહુ દૂર
ના થાય મન કદી ચિંતાતુર। નથી કોઈ ની મારે જરૂર

આ દુનિયા ની રસમ જુદી છે
હું રહુ મક્કમ પણ એની ત્રાસદી છે
કદમ કદમ પર કરી લે કસોટી
ગેબી માર મારે એની સોટી। નથી કોઈ ની મારે જરૂર

મને લાગે બધા અભિમાની
પણ હું ના છોડું સ્વભાવ સ્વમાની
આજ છે મારી કમનસીબી
યારી ના આપે કોઈ કરીબી।નથી કોઈ ની મારે જરૂર

તરવો મારે ખારો ભવસાગર
એમાં મળે ઘસમસતા નદી ના પૂર
દિલ થી વિશાળ અને ધીરગંભીર
મારે જાવું સુદુખે થી પેલે પાર। નથી કોઈ ની મારે જરૂર

દિલ માં ભરી છે હિમ્મત ને હામ
મારે કરવું છે કામ તમામ
નથી બતાવવો કોઈ દોર ને દમામ
તામેં બધાને કરવા છે પ્રણામ। નથી કોઈ ની મારે જરૂર

ના સાંખી શકો, તો દૂર રહેજો
પણ મારા ડગલાં ને કદી ના રોકજો
સમજી શકો તો સમજી વિચારો
હિમ્મત ને થોડી ઘણી બિરદાવો। નથી કોઈ ની મારે જરૂર

હસમુખ અમથાલાલ મહેતા

રસમ જુદી.. Rasam
Friday, November 22, 2019
Topic(s) of this poem: november,poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 22 November 2019

ના સાંખી શકો, તો દૂર રહેજો પણ મારા ડગલાં ને કદી ના રોકજો સમજી શકો તો સમજી વિચારો હિમ્મત ને થોડી ઘણી બિરદાવો। નથી કોઈ ની મારે જરૂર હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success