સાદગી નો વારસો
Monday, November 4,2019
9: 43 PM
સાદગી નો વારસો
Monday, November 4,2019
9: 43 PM
હતો મારે સાદગી નો વારસો
બની ગયો સાદો ફારસો
રહી જશે હવે વસવસો
સતાવશે મને ઘણા દિવસો।
પણ હું ના રંગાણો
વ્યસન થી નાબંધાણો
જોડાયેલો રહ્યો સ્નેહ ને તાંતણે
જીવ બંધાયેલો રહ્યો પડીકા ભેણે ।
કહેવી છે મારે દિલ ની વાતો
વાગોળવી ગમે સોહામણી રાતો
જીવન ની એ મધુર પળો
હું શોધતો રહ્યો એનો ખોળો।
નથી કોઈ ની પાસે સમય
કેવી રીતે કરવો વિચાર વિનિમય!
લોકો સામે ના બોલે
પણ આંખો સાચું બોલી લે।
મને આત્મસન્માન સાચવતા આવડે છે
એકલતા સાલે પણ પરવડે છે
જીવન ने આપણે જ જીવવા નું છે
એને ખુબ સારી રીતે સાચવવાનું છે।
તમે ગમે તેટલા સારા હો
"સારા જહાં તુમ્હારા હો "
આત્મા ખોળીયા માં જીવિત હો
આપણા બધા નો જીવનસંગ્રામ સુશોભિત રહો।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
તમે ગમે તેટલા સારા હો " સારા જહાં તુમ્હારા હો " આત્મા ખોળીયા માં જીવિત હો આપણા બધા નો જીવનસંગ્રામ સુશોભિત રહો। હસમુખ અમથાલાલ મહેતા