સાચા વ્યક્તિ ની મણા
મળ્યો મા માં બાપ નો વારસો
મને છાતી સાથે રાખ્યો સરસો
કદી ના આવવા દીધી આંચ
ખવડાવ્યું પણ પ્રેમ થી જેમ પક્ષી વાપરે ચાંચ।
નાનપણ તો વટી ગયું
ઘણી આંટીઘૂંટી મૂકતું ગયું
ફક્ત સહારો પોતાનોજ હતો
આગળ વધવા કોઈ બીજો આરો નહોતો
દોસ્તો નો કોઈ ભરોસો નહોતો
બધાને મારો હાથ પકડવો હતો
મારો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરવો હતો
પણ મને તેનો અર્થ બરાબર સમજાતો હતો।
મારે એવા સાથી ની જરૂર હતી
જેની કંઈ જરૂર અનુભવાતી હતી
કોઈ રખે ને ના મળે સારો સાથી તો?
જીવન માં ખરાબ અનુભવ થાય તો?
મને ઘણો જ કપરો અનુભવ થયો
બહુજ નજદીક ના ભાઈબંધ ને પૈસા આપવાનો પ્રસંગ થયો
લેતી વખતે એવું લાગ્યું 'સંબંધ નો અંત કદાચ આવી જાય'
સંબંધ માં ખટાશ તો આવી પણ અનુભવ આપતી ગઈ।
ભાઈબંધી માં વ્યહાર ના રાખવો
માણસ જોઈને જ સંબંધ બાંધવો
સ્વાર્થી તો ઘણા મળી રહેશે
પણ સાચા વ્યક્તિ ની મણા હંમેશા ખલશે।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem