સાચી વાત
ગુરુવાર,10 જાન્યુઆરી 2019
આપણે જ પોષી રહયા છીએ
રાજકારણ માં આવકારી રહયા છીએ
તેમનું કદ અને લાલસા પ્રતિદિન વધી રહી છે
પ્રજા માં તેમની આલોચના પણ થતી રહી છે।
સામાન્ય માનવી ના અભિપ્રાય ને કેમ બદલવો!
સત્ય ને જૂઠ માં કેમ રૂપાંતર કરવું
પ્રજા ના મત ને પોતાની તરફેણ માં કેમ કરવો?
આ બધી કળા માં રોજબરોજ વધારો થતો રહ્યો।
આદિવાસી, ખેતમજૂરો અને વંચિત સમાજ ને કેમ નીચે રાખવો
લોકો ને કોઈપણ રીતે આગળ જન આવવા દેવા
આવી બધી પ્રવૃત્તિ વરસો થી ચાલવતા આવ્યા છે
અને આજ સુધી તેઓ ફાવતા આવ્યા છે।
આપણે પણ તેમની વાક્પટુતા માં ભોળવાઈ જઈએ છીએ
નાના, નાના પ્રલોભનો થી લલચાઈ જઈએ છીએ
આપણા પોતાના કુટુંબ માં વેરભાવ અને વાડા ઉભા કરીએ છીએ
રાજકારણ એ સંગઠિત લાલસા નો અડ્ડો બની રહ્યું છે।
જાતપાત, કોમી રમખાણ આ બધા નું મૂળ છે
આવા લોકો ની મહેચ્છા મૂળ માં છે
પણ તેમની તૂતી હંમેશા વાગતી નથી
સાચી વાત કોઈ ને ગમતી નથી
હસમુખ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
જાતપાત, કોમી રમખાણ આ બધા નું મૂળ છે આવા લોકો ની મહેચ્છા મૂળ માં છે પણ તેમની તૂતી હંમેશા વાગતી નથી સાચી વાત કોઈ ને ગમતી નથી હસમુખ મહેતા