સદા દોડી આવે.... Sada Poem by Mehta Hasmukh Amathaal

સદા દોડી આવે.... Sada

Rating: 5.0

સદા દોડી આવે
મંગળવાર,6 ઓક્ટોબર 2020

પ્રભુ ને પહેલા ભજી લેજો
પછી નાસ્તા-પાણી નું વિચારજો
એ બધું તો થઈને રહેશે
આખો દિવસ ચાલતું રહેશે

આ સુખ દુઃખ ની ઘટમાળ
અસંખ્ય ઘટનાઓ ની ભરમાર
મુશ્કેલી ઓ આવે વારંવાર
તમે દંગ રહી જાઓ ઘણીવાર।

જીવન માં રહે તડકી ને છાંયડી
ધન આવે તો રહે પારો રહે ચડી
ધન જાયે તો આંસુઓની લાગે ઝડી
બધાને થવું છે ધનવાન અબઘડી।

આવા જીવન ને સમજવું ઘણું મુશ્કેલ
ના સમજ પડે કેમ આવે તેનો ઉકેલ?
ઘણા બધા થઇ જાય મગજ થી છટકેલ
અને વર્તે જાણે પોતે છે ચસ્કેલ।

ના ફુલાવુ કદી રાખી ગુમાન થી
જીવવું સદા સ્વમાન થી
આત્મસન્માન જેવું કોઈ માન નથી
ગરીબી માં મસ્ત રહેવા જેવું કોઈ અભિમાન નથી।

રાખવો ઘરોબો બધા જોડે
ખરો નરબંકો હોય જે બીજા માટે લડે
દેશદાઝ હોય જેને દિલ માં સદા
નામ થાય તેનુ બધે અને સર્વદા।

ના ચાલે કદી સદાબધે અંધેર
પ્રભુના ધેર પણ નથી કદી દેર
વિનંતી સાંભળી સદા દોડી આવે
ભક્તો ને સામેથી મળવા આવે।

ડૉ. જાડીઆ હસમુખ
પ્રેરણા: અશ્વિનભાઈ ખંભોળજા

સદા દોડી આવે.... Sada
Tuesday, October 6, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 06 October 2020

વિનંતી સાંભળી સદા દોડી આવે ભક્તો ને સામેથી મળવા આવે। ડૉ. જાડીઆ હસમુખ પ્રેરણા: અશ્વિનભાઈ ખંભોળજા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success