સફેદ વસ્ત્રો Safed Poem by Mehta Hasmukh Amathaal

સફેદ વસ્ત્રો Safed

સફેદ વસ્ત્રો

ક્યાં થી બંધાય સેતુ!
જ્યોં સુધી ના હોય કોઈ હેતુ
દિલ માં કોઈ ભાવના ના હોય
ભાવના પાછળ સદભાવના ના હોય!

મૂળ ભાવના એટલે દયાનું સમર્થન
એનું ના હોય ખોટું અર્થઘટન
પશુ પ્રત્યે એક દયાભાવ
અંદર થી ઉઠતો એકજ હાવભાવ।

પશુ હોય કે પછી પંખી
તેમનો ચિત્કાર કરે આપણ ને દુઃખી
દિલ માં થી એક ભાવ નું ઉદ્ભવ થવું
અને મન માં થી અવઢવ નું અદ્રશ્ય થવું।

સફેદ વસ્ત્રો એટલે શાંતિ નું પ્રદર્શન
આપણ ને ઝાંખી કે થાય દર્શન
શાંતિ નું મળે માર્ગદર્શન
જીવન માં આવે પરિવર્તન

ધર્મ નું પણ થાય એમાં ચિત્રદર્શન।
વિચારો માં આવે આમૂલ ચેતન
ધર્મ નો જ જય હોય અને મન અહિંસા નો જયકાર કરતું હોય
લોકો પણ સુખી રહે અને જીવન માં સદા આવકારતા હોય।


ધર્મ નો ઉદય અને મન માં આમૂલ ફેરફાર
હંમેશા દૂર કરશે જાતીય વિકાર
એવા ધન નો કરશે જાકારો
અને આપશે સાચા અને પરસેવાના ધન નો આવકારો।

આજ છે સાચી પ્રભુતા
શક્તિ જોડે નિકટતા
જીવન માં તેનો સાચો પરિચય
અને હંમેશા આચરણ નો આશય

સફેદ વસ્ત્રો Safed
Friday, June 2, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome aman pandey Like · Reply · 1 · Just now

0 0 Reply

અને આપશે સાચા અને પરસેવાના ધન નો આવકારો। આજ છે સાચી પ્રભુતા શક્તિ જોડે નિકટતા જીવન માં તેનો સાચો પરિચય અને હંમેશા આચરણ નો આશય।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success