સમય ને માન.. Samay Poem by Mehta Hasmukh Amathaal

સમય ને માન.. Samay

Rating: 5.0

સમય ને માન
મંગળવાર,12 ફેબ્રુઆરી 2019

ના મળ્યો પૂરો સહકાર
કે ના મળ્યો આદર અને સત્કાર
પણ મેં આપ્યો સદા આવકાર
જાણે હોઉં તેમનો દેવાદાર।

સાદાઈ અને સાદગી મારો ધર્મ
નિષ્ઠા થી કરું સારા કર્મ
વાસ્તવિકતા નો સમજુ હું મર્મ
સારું કાર્ય કરવા માં મને ના આવે શર્મ।

જીવનભર મળ્યો મને સંતોષ
કોઈપણ વસ્તુ માટે ના ઘુઘવ્યો અસંતોષ
કરતો રહ્યો બીજાના સુખ ની કલ્પના
આજ રહી મારી સદૈવ અભ્યર્થના।

જીવન માં જીલ્યો મોટો પડકાર
પણ કદી ના કરી એની દરકાર
સાવધ રહી કર્યો એનો સામનો
ફરજ ધર્મ નિભાવ્યો માનવ નો।

અહિંયા મળ્યા, હવે ના મળવાના
સમય જ ક્યાં છે કંકાસ કરવાના
આપણેસૌએ સંપી ને રહેવાનું
સમય ને માન આપી જીવવાનું।

હસમુખ અમથાલાલ મહેતા

સમય ને માન.. Samay
Tuesday, February 12, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success