સંબંધો માં ઓટ.... Sambandh Poem by Mehta Hasmukh Amathaal

સંબંધો માં ઓટ.... Sambandh

Rating: 5.0

સંબંધો માં ઓટ

બુધવાર,1 ઓગસ્ટ 2018

આપણે સાચવીએ સાંસ્કૃતિક મલાજો
જતા આવતા મેહમાન ને કહીએ"આવજો"
ઘેર આવે એને હરખ થી આવકાર
કરે એ પ્રેમ થી સત્કાર।

સમય બદલાયો
જળ પ્રવાહ નો રસ્તો પણ ફંટાયો
તેનો સ્વાદ પણ મોળો થયો
માનવી ના મન માં પણ બદલાવ અનુભવાયો।

જેવા ની સાથે તેવા
સ્વભાવ પણ બદલાયો જેમ બદલીહવા
બિલકુલ સ્વભાવ ની જેમ વિપરીત
માનસ, તનાવ, ગુસ્સા ની પણ બદલાણી રીત।

પ્રેમભાવ પણ ઓછો થયો
સામે મળો તો આદમી રસ્તો બદલતો થયો
મેહમાન માણસ ને મોંઘેરો લાગવા માંડયો
લાગણી નો પ્રવાહ જાણે ઓછો થતો ગયો।

દિકરો બાપ ની અવગણના કરે
ભાઈ-બહેન વચ્ચે બોલવાનો સંબંધ ના રહે
મા ની પ્રતિષ્ઠા પણ ભંગાણ ના આરે આવી ઊભી
ક્યાં સુધી આપણે જોતા રહીશું થંભી।

બહુ થયું હવે માનવતા ના નામ પાર
આપણે સંસાર તરવો છે અપાર!
સંબંધો માં ઓટ આવે તે ના પોસાય
ભલે પછી કેવો પણ હોય આપણો વ્યવસાય।

હસમુખ અમથાલાલ મહેતા

સંબંધો માં ઓટ.... Sambandh
Wednesday, August 1, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 01 August 2018

welcome rupal Bhandari 23 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 August 2018

welcome Imtiyaz Shaikh 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 August 2018

બહુ થયું હવે માનવતા ના નામ પાર આપણે સંસાર તરવો છે અપાર! સંબંધો માં ઓટ આવે તે ના પોસાય ભલે પછી કેવો પણ હોય આપણો વ્યવસાય। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success