સંબંધ જન્માન્તર ના sambandh
સંબંધ જન્માન્તર ના
જીવવાના કોલ એક બીજાના
મરવાના પણ સાથે
અને સંઘર્ષ પણ સાથેજ।
હશે કોઈ જન્મ ના બંધ
જે સમયે બાંધ્યા હશે સંબંધ
નહિ પુરા કરી શક્યા હોય વચન
જેથી મળી છે તક અને નવું જીવન।
જીવન એતો સંઘર્ષ
સાથે સાથે આદર્શ
શું હશે એનો આદેશ?
પણ નહિ રાખીએ કોઈ પણ અંદેશ।
કરવો છે સમાવિષ્ટ
અને યાદ કરવો છે ઇષ્ટ
બુદ્ધિ અને ચાતુર્ય આપે
સાથે સાથે સમર્પણ અર્પે।
નથી માંગવું નવું કાંઈ
બસ જીવન સફળ થઇ જાય
એક બીજા ના પૂરક બની રહીયે
ઇન્સાન છીએ તો માનવ બની ને રહીએ।
(C) @ Hasmukh Mehta
હશે કોઈ જન્મ ના બંધ જે સમયે બાંધ્યા હશે સંબંધ નહિ પુરા કરી શક્યા હોય વચન જેથી મળી છે તક અને નવું જીવન।
welcome solanki ashish Unlike · Reply · 1 · Just now
welcome hiten jadeja Unlike · Reply · 1 · Just now
welcome Arun Krina Patel Unlike · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome Pravin Patel Unlike · Reply · 1 · Just now