સમજી ને ચાલો Samji Ne Poem by Mehta Hasmukh Amathaal

સમજી ને ચાલો Samji Ne

સમજી ને ચાલો


પૈસા હોય તો બધાજ સંબંધી
પછી શરુ થાય વ્યાધિ
ના આપો તો તકલીફ ની શરૂઆત
અને આપોતો સંબંધ નો આવે અંત।

બધાજ ના માંગતા આવે
પણ આશા જરૂર થી રાખે
તમારે ચીવટ અને કાળજી રાખવી પડે
અને જોવું પડે કે કદી તિરાડ ના પડે।

સારા મિત્રો પણ મળે
જીવ મળે એટલે ગોઠવાય આપમેળે
સંબંધો મા મીઠાસ આવે
ઉત્તરોત્તર તેમાં પ્રગતિ અને ઉલ્લાસ આવે।

બધુજ સમુસુતરું
પણ એકાએક થઇ જાય ખારું
જ્યાં એક બીજા ના મન માં શંકા ઉદભવે
નફરત પેદા થઇ જાય રૂંવે રૂંવે।

સમજી ને ચાલો
આજે નહિ તો કાલે
સંબંધ માં ઓટ નાવે તેનો પુરેપુરો ખ્યાલ
તોજ રહેશે સંબંધ અને નહિ આવે ભૂચાલ।

સમજી ને ચાલો Samji Ne
Monday, February 6, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 06 February 2017

સમજી ને ચાલો આજે નહિ તો કાલે સંબંધ માં ઓટ નાવે તેનો પુરેપુરો ખ્યાલ તોજ રહેશે સંબંધ અને નહિ આવે ભૂચાલ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success