સમો હવે પાકી ગયો છે Samo Poem by Mehta Hasmukh Amathaal

સમો હવે પાકી ગયો છે Samo

સમો હવે પાકી ગયો છે

કોને છે દરકાર?
કોણ ભજે છે ઈશ્વર
પૈસા હોય તો બધા ચાલે અધ્ધર!
બતાવે બધાને કેટલા છીએ સદ્ધર।

સારી વાત છે જો કોઈ દિલ થી ભજતા હોય તો
બધાની સુખાકારી માં પોતાની પણ જોતા હોય તો
માબાપ હોય ઘરમાં અને તેમને પૂજતા હોય તો
બસ જો આવું જો ઘેરઘેર જોવા મળતુ હોય તો?

'દિલ કો મનાને કે લીએ ગાલિબ વિચાર અચ્છા હૈ'
અપને ભીતર કે ભગવાન કો ભી ગલત સમજાના બહુત અચ્છા હૈ
ભગવાને આપી દીધું તમને ભૂલ થી
"હવે પાછું નહિ લે" સુધારી લો તેને મન થી।

નહોતું પાસે ત્યારે પથ્થર એટલા દેવ પૂજ્યા
રોજ સવારે કોરા રેશમના કપડા માં નિત્યપૂજા
કેટલા કૂદી કૂદી ને ભગવાન ના ભજન ગાય
તેમને આવાજ પણ આપણ ને દૂર થી સંભળાય।

પણ ઘર માં રોજ કકળાટ
બહાર નો રાખે ઘણો ચળકાટ
માં દુઃખી અને બહેન માટે કવેણ!
પછી બીજા માટે તો ક્યાંથી હોય સારા વેણ।

ના આવશો શબ્દો ના મોહ માં
મા ને જ પૂજ જો જેને રાખ્યા તમને ગોદ માં
બહેન ને ના ઘસીટ જો મિલકત ની હોડ માં
રહી જશો પાછળ એની આંધળી દોટ માં।

હળાહળ કળજુગ છે એટલે વાત નથી કરવી
આપણે સાંભળીએ છીએ તેની ચર્ચા નથી કરવી
જિનશાસન માં માનીએ છીએ તો ફક્ત દયાની જ યાચના કરવી
દેવાધીદેવો ને વંદી ફક્ત કરુણા સદા વસે તેની કલ્પના કરવી।

તમારે ગંગાસ્નાન નો અભરખો છે
પણ દેહ અહંકાર થી ભર્યો છે
પૈસા નો મદ એટલો છે કે ચાલ માં ફરક આવી ગયો છે
પણ રે ફટ! તારો પડવાનો સમો હવે પાકી ગયો છે।

સમો હવે પાકી ગયો છે Samo
Friday, August 4, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 05 August 2017

welcoem manisha mehta Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 August 2017

welcome Abdulrashid Jabbarkhan 3 mutual friends Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 August 2017

welcome Abdulrashid Jabbarkhan 3 mutual friends Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 August 2017

તમારે ગંગાસ્નાન નો અભરખો છે પણ દેહ અહંકાર થી ભર્યો છે પૈસા નો મદ એટલો છે કે ચાલ માં ફરક આવી ગયો છે પણ રે ફટ! તારો પડવાનો સમો હવે પાકી ગયો છે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success