સંવેદના ના સુર, , , Samvedna Poem by Mehta Hasmukh Amathaal

સંવેદના ના સુર, , , Samvedna

Rating: 5.0

સંવેદના ના સુર
શનિવાર,28 જુલાઈ 2018

સ્મિત ખેંચી લાવે કિસ્મત
એ જ તો છે મોટી અકસ્યામત
આપણ ને મળી છે વિરાસત
એ માં નડતર કરવાની કોની છે વિસાત?

મીત હોય તોજ આવે સ્મિત
મોઢુ ખીલી ઉઠે અને કરે રમત
રમતા રમતા દિલ દઈ ઉઠે
એક જ નામ પછી હોઠે।

સંવેદના ના સુર હોય
લાગણી નો પુંજ હોય
હૃદય એકજ કર પોકાર
વિરહ માં કરી ઉઠે ચિત્કાર।

વેદના નો સંબંધ જ હોય નોખો
પારખી શકો તો પારખો
દિલ શંકા ના ઘેરાવા માં હોય
પારાવાર વેદના નો અનુભવ કરતું હોય.

પ્રેમ કરતા વિરહ નો મહિમા મોટો
નીરખી જોજો નજીક થી જો થઇ જાય ભેટો
ચિરાઈ જાશે દિલ, જાણે કોઈ એ માર્યો હોય સોટો
બસ મન માં એનુ જ રટણ અને દિલ મા સમાયો હોય ફોટો।

સ્મિત આપવું એટલે નર્યું ગાંડપણ
એનો અર્થ એજ કે નવું કરવું સગપણ
નિભાવવા નો સંકલ્પ ન હોય તો આગળ ન વધવું
વિરહ ની વેદના નો અનુભવ થાય તેમ ન અનુસરવું।

હસમુખ અમથાલાલ મહેતા

સંવેદના ના સુર, , , Samvedna
Saturday, July 28, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome Rafik Romdhani 43 mutual friends 1 Manage Like · Reply · 1m

0 0 Reply

સ્મિત આપવું એટલે નર્યું ગાંડપણ એનો અર્થ એજ કે નવું કરવું સગપણ નિભાવવા નો સંકલ્પ ન હોય તો આગળ ન વધવું વિરહ ની વેદના નો અનુભવ થાય તેમ ન અનુસરવું। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success