સંજોગ Sanjog Poem by Mehta Hasmukh Amathaal

સંજોગ Sanjog

સંજોગ sanjog

યોગ કહો કે સંજોગ
પણ છે કેહવા જોગ
પહેલા જોવાના સંબંધ નહોતા
આજે જોઈને પણ નથી ધરાતા।

ઘણા જોયા ઘરોબા
ઝગડા થયા ઘરો મા
કોઈક બોલી ને જુદા થયા
કોઈક મનદુઃખ થી અળગા થયા

મને પસંદ હતો સ્વભાવ
મળતાવડો અને આનંદી હાવભાવ
જયારે મળો ત્યારે આનંદ ની વાતો જ હોય
દુઃખ ની પળો માટે કોઈ અવકાશ જ ના હોય।

ઘણા આવ્યા અને ઘણા ચાલ્યા ગયા
બધા જુદી જુદી છાપ છોડતા ગયા
કોઈ આવ્યા હતા મતલબ માટે
તો કોઈ કોઈ ખાલી સમય પસાર કરવા માટે।

સમય પસાર કરવા માટે પણ મન જોઈએ
મન નિખાલસ અને પવિત્ર હોવું જોઈએ
કોઈ ની ખોદણી કરી અથવા નિંદા કરવાથી સમય પસાર ના થાય
મન ની વ્યથા વ્યકત કરો અથવા આત્મમંથન કરો તોજ તે પસાર થાય।

આવો અમારો પ્રયાસ રહેતો
કહેવાનો ઘણો ઘણો પ્રયત્ન અનાયાસ રહેતો
થોડી બોલી ને અમે ચૂપ થઇ જતા
પણ જવાનો સમય થાય ત્યારે 'આવજો' કહી છુટા પડી જતા।

સંજોગ Sanjog
Thursday, February 9, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 09 February 2017

આવો અમારો પ્રયાસ રહેતો કહેવાનો ઘણો ઘણો પ્રયત્ન અનાયાસ રહેતો થોડી બોલી ને અમે ચૂપ થઇ જતા પણ જવાનો સમય થાય ત્યારે આવજો કહી છુટા પડી જતા।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success