સંસાર છે Sansaar Poem by Mehta Hasmukh Amathaal

સંસાર છે Sansaar

સંસાર છે

પુરુષો ને શું?
પહેલા થોડા હોઈશું
મગજ માં રાઈ રાખી ને ફરતા
માથા ના વાળ નો ગુચ્છો ઉપર રાખતા અને અત્તર નો છંટકાવ કરતા।

બસ બાકી તો કોઈ મોલ નહોતા
સારા થીએટર પણ નજીક માં નહોતા
અમદાવાદ જઈએ ત્યારે પીકચર જ જોતા
ચેતના નો ઢોંસો અને ચંદ્રવિલાસ ની દાળ પીતા।

લગન ના થોડા દિવસો વીત્યા
જાણે જીવન થી અપટયા
બાળક નુ જીવન માં આગમન
બસ ભાસવા લાગું જાણે નંદનવન।

પછી તો જાણે બધુજ બદલાઈ ગયું
કહ્યાગરા કંથ થયા અને રોજ નું સંભાળવાનું થયું
કેટલો બધો બોજ જીવન નો આવી પડ્યો?
મન માં થયું ' હું ક્યાં આવી પળોજણ ને પાળી બેઠો।

પણ નવતર નિશાળિયા ને હજાર વિચારો આવે
ઘરવાળી ને ના પાડતા પહેલા ઘણું ઘોડાપુર આવે
શાંત મને જવાબ આપી સંતોષ રાખવો પડે
જરૂર પડે 'હા ભઈ હા' કહી વાતનું માન રાખવું પડે।

'વહુ રૂપાળી અને વટબંધ લાવ્યો છે' ભાઈબંધો કહેતા
હું ના પૂછું તો પણ વાત લાવી ને વચ્ચે મુકતા
'આ તો વટ ના લાડવા ' ખાવા જ પડે
સંસાર છે વટ ના માર્યા વખત આવે ગાજર પણ ખાવા પડે।

સંસાર છે Sansaar
Tuesday, July 25, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome manisha mehta Like · Reply · 1 · Just now

0 0 Reply

સંસાર છે પુરુષો ને શું? પહેલા થોડા હોઈશું મગજ માં રાઈ રાખી ને ફરતા માથા ના વાળ નો ગુચ્છો ઉપર રાખતા અને અત્તર નો છંટકાવ કરતા। બસ બાકી તો કોઈ મોલ નહોતા સારા થીએટર પણ નજીક માં નહોતા અમદાવાદ જઈએ ત્યારે પીકચર જ જોતા ચેતના નો ઢોંસો અને ચંદ્રવિલાસ ની દાળ પીતા। લગન ના થોડા દિવસો વીત્યા જાણે જીવન થી અપટયા બાળક નુ જીવન માં આગમન વહુ રૂપાળી અને વટબંધ લાવ્યો છે ભાઈબંધો કહેતા હું ના પૂછું તો પણ વાત લાવી ને વચ્ચે મુકતા આ તો વટ ના લાડવા ખાવા જ પડે સંસાર છે વટ ના માર્યા વખત આવે ગાજર પણ ખાવા પડે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success