સંસાર ખરેખર સ્વર્ગ છે.. Sansaar Poem by Mehta Hasmukh Amathaal

સંસાર ખરેખર સ્વર્ગ છે.. Sansaar

સંસાર ખરેખર સ્વર્ગ છે

આપણે ગામડા ના માણસો ને અભણ ગણીએ
વાતવાત માં એમને ઉતારી પાડીએ
"તમને ગતાગમ ના પડે "આવા વિશ્લેષણ વાપરીએ
થોડો પ્રકાશ પાડી ને આ વિષે વિચારીએ।

આજે આપણા માં વિશ્વાસસ નો અભાવ વર્તાય
પણ એનો કોઈજ નથી પર્યાય
હિમાલય ની વાત પકડવાથીજ્ઞાન માં વૃદ્ધિ ના થાય
સંસાર માં પાછા આવીએ ત્યારે ફજેતી થાય!

શહેર માં ફક્ત કોરી આંખ જોવા મળે
આત્મીયતા નો અભાવ પારખવા મળે
તેમનું ગણિત આપણ ને ના પરવડે
ઘણા લોકો તેમાં વૃદ્ધિ કરે અને ઘણા તેને ભાગે।

અભણ માણસ ની આંખો માં પ્રેમ છલકાય
વાણી માં ભારોભાર કંસાર જેવી મીઠાસ વર્તાય
આવા માણસો ને કેમ્બ્રિજ માં જવાની ક્યાં જરૂર છે?
એતો પોતાની વાત પાર કાયમ અને હંમેશા મગરૂર રહે છે।

વાણી માં મધુરતા હોય
એક બીજા ને મળવાની આતુરતા હોય
પ્રસન્ગોપાત એકબીજા ને સહકાર આપતા હોય
આવા માણસોથી જ "સંસાર ખરેખર સ્વર્ગ છે" તેની પ્રતીતિ કરાવતા હોય।

ઠઠ્ઠા મશ્કરી તો બધાજ કરે
ગરીબ ની ઠેકડી બધાજ ઉડાડે
પણ ઈજ્જત ને જે સાચવેતેજ શીક્ષિત
આજ વર્તન છે બધાથી અપેક્ષિત

સંસાર ખરેખર સ્વર્ગ છે.. Sansaar
Monday, November 27, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 27 November 2017

welcome mukesh joshi Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 November 2017

ઠઠ્ઠા મશ્કરી તો બધાજ કરે ગરીબ ની ઠેકડી બધાજ ઉડાડે પણ ઈજ્જત ને જે સાચવેતેજ શીક્ષિત આજ વર્તન છે બધાથી અપેક્ષિત

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success