સંસાર... Sansaar Poem by Mehta Hasmukh Amathaal

સંસાર... Sansaar

Rating: 5.0

સંસાર
બુધવાર,21 નવેમ્બર 2018

કરવા ધાર્યું ઘણું સારું
પણ થઇ ગયું અવળુ
માર્યું હૃદય ઘણું દુભાયું
મેં મનાવી લીધું મન, સમજી ખરાબ ટાણું।

ઘણી વખત સમો સાથ ના આપે
કરવા જાઓ સારું, પણ નડતર વચ્ચે આવે
હોંશ હોંશ માં પાસા ઊંધા પડી જાય
જે ધાર્યું હતું કરવાનું, તે ઉલટું થઇ જાય।

આપણે હળવાશથી લઈએ વાત
પણ કિસ્મત જ બેઠુ હોય લગાવી ઘાત
તમારું કામ થવા જ ના દે
એક સાંધો તો તેર તૂટે।

આપણે રહયા નાસમજ અને લાચાર
ભલે રહીએ સાદાઈ થી અને રાખી સદવિચાર
પણ તકલીફો આવે લઇ વણઝાર
આપણે બચી તો જઈએ પણ મુસીબતો આવે પારાવાર।

લાચારી રહી છે બધાની
નથી સમજી શક્યા વક્રતા સંસાર ની
જેને ફળે એના પર આશીર્વાદ ની મહેર
જેની સામે મોઢુ ફેરવી લે, તેની વલે તો જોવાજેવી થાય

હસમુખ અમથાલાલ મહેતા

સંસાર... Sansaar
Wednesday, November 21, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 21 November 2018

લાચારી રહી છે બધાની નથી સમજી શક્યા વક્રતા સંસાર ની જેને ફળે એના પર આશીર્વાદ ની મહેર જેની સામે મોઢુ ફેરવી લે, તેની વલે તો જોવાજેવી થાય હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success