સપના ને સાકાર કરવાનો Sapnaa Ne Poem by Mehta Hasmukh Amathaal

સપના ને સાકાર કરવાનો Sapnaa Ne

સપના ને સાકાર કરવાનો

સંબંધો ના સમીકરણ
સાચાનું જ અનુકરણ
બાકી બધા નું વર્ગીકરણ
એકી સાથે ના થાય એકીકરણ।

ઘણી જોઈએ છે તડકી અને છાયડી
જાણે પૂર આવે ત્યારે કેવી ગાંડી થઇ જાય છે નદી
બધુજ તહસનહસ અને કિનારા પાર તારાજી
પણ પછી બધુજ શાંત જ્યારે દૂર થઇ જય નારાજી।

પણ જીવન ની વાત અઘરી છે
આ વાત તમારી અને મારી છે
દુનિયાના બધાજ નાના અને મોટા માંણસોની છે
'મહેનત કહો કો જહેમત' પણ હેત ની સરવાણી છે।

શા માટે છુપાવું હું મારા પ્રેમ ને?
કેમ ઉજાગર ના કરું જગત ના તાત ને?
મારો પ્રેમ અદભુત છે, કલ્પના થી ભરપૂર છે
આનાથી જ તો ટકેલો સંસાર છે।

'વહાલા, તમારી હું થઇ ચુકી' સ્વગત હું બોલતી
રમતી, ખેલતી, સૂતી અને જાગતી
કોઈ સુંદર શમણાં માં મહાલતી
વિચાર તો થઇ ગયો છે થવાનો માલતી।

'ગમાડો ને થોડી વધુ 'સ્વપ્નો મારા મૂર્તિમંત થઇ જાતા
મારા મન ના માણીગર ની મને યાદ અપાવી જતા
આજ તો છે સુંદર લ્હાવો બધાની વચ્ચે જીવવાનો
સમજવાનો, આશ્ચર્ય માં ગરકાવ થઇ જવાનો અને સપના ને સાકાર કરવાનો

Sunday, January 8, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 09 January 2017

welcome prafulla dabhi Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 January 2017

welcome meera jatin Unlike · Reply · 1 · Just now · Edited

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 January 2017

ગમાડો ને થોડી વધુ સ્વપ્નો મારા મૂર્તિમંત થઇ જાતા મારા મન ના માણીગર ની મને યાદ અપાવી જતા આજ તો છે સુંદર લ્હાવો બધાની વચ્ચે જીવવાનો સમજવાનો, આશ્ચર્ય માં ગરકાવ થઇ જવાનો અને સપના ને સાકાર કરવાનો

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success