સત્ય નો આગ્રહ... Satya Poem by Mehta Hasmukh Amathaal

સત્ય નો આગ્રહ... Satya

Rating: 5.0

સત્ય નો આગ્રહ
બુધવાર,28 જુલાઈ 2021

શરીર થઇ જવાનું છે ખાખ
કપાઈ જવાની છે ઉડતી પાંખ
ખાલી સાથે આવશે કમાયેલી સાખ
ઉડી જશે શરીર બની રાખ.

ભલે હો કુદરતી સ્વરૂપ
બારોભાર કરે વખાણ લોકો જોઈને રૂપ
તમે કૃરૂપ હશો તોપણ પડછાંયો તો રહેશે કાળો
અને સુંદરતા હશે તોપણ રહેશે કાળો કામળો.

ભીતર થી રહો સુંદરતા થી મહેકતા
બધાની કરતા આગતા-સ્વાગતા
વાણી માં ના રાખતા કટુતા
હંમશા આગ્રહ રાખો ના તૂટે 'અતુટતા'

કદીના કરતા કબૂલાત
વાતો તો હોયજ વાહિયાત
માન આપો તેને કે જે છે હયાત
થઇ જશો તમે લોકગણ માં પ્રખ્યાત

રાખો ખેલદિલી ની ભાવના
પણ ના સહો અવમાનના
અભિમાન નહિ પણ રાખો સ્વાભિમાન
સત્ય નો રાખો આગ્રહ અને અવશ્ય રહે ગુમાન

જીવન નો કરો સ્વીકાર
જીવવા નો છે તમારો અધિકાર
સત્ય નો હોવોજ જોઈએ આગ્રહ
તેને ના સમજો હઠાગ્રહ..

ડૉ. હસમુખ મેહતા

સત્ય નો આગ્રહ... Satya
POET'S NOTES ABOUT THE POEM
જીવન નો કરો સ્વીકાર જીવવા નો છે તમારો અધિકાર સત્ય નો હોવોજ જોઈએ આગ્રહ તેને ના સમજો હઠાગ્રહ.. ડૉ. હસમુખ મેહતા
COMMENTS OF THE POEM

Ramesh Thumati Alagarsamy · Reply ·

0 0 Reply

welcome karma la

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success