શાંતમ પાપમ Shantam Poem by Mehta Hasmukh Amathaal

શાંતમ પાપમ Shantam

શાંતમ પાપમ

પ્રભુ ના ગભારા સુધીજ વિચાર આવ્યો
ફરી પાછો હું માયાવી ચક્કર માં ફસાયો
નથી છૂટતો મોહ પણ આ એક વિચાર આવ્યો
સદાચાર થી જીવો તો પણ એક અંશ તો અનુભવ્યો।

શું થાય છે તે અનુંભાવવાનું જ છે
આત્મગ્લાનિ નું કારણ પણ આજ છે
બધાને સ્વર્ગ જોઈ છે પણ પપ્ત્મસાત કરવો નથી
અહંકાર થી લાંબોલબ પણ આર્ટને જતો કરવો નથી।

કપડા શ્વેત અને મોટો ફૂલોનો થાળ
કેટલી બધી જાત ની પાળપંપાળ
પ્રભુ ને જગાડવા કેટલા બધા રાગડા તાણવા
આ બધો નાટક લોકો નું ધ્યાન ખેંચવા જ।

પ્રભુ ને ક્યાં પડી છે તમારા આચરણ ની?
એક ઉચ્ચ કુળ આપ્યો છે જગ ને તરવાનો
કરી લો સન્માન બીજાનું અને જાત નું?
'પ્રભુ તો સમક્ષ જ છે 'બસ આપણે તો ખાલી રટણ જ કરવાનું।

જીવદયા નું મહત્વ ઓછું ના આંકતા
એક ટંક છોડી ને અબોલ જીવો નું પેટ ભરતા
કદાચ સમય મળે તો ચક્ષુદર્શન કરજો
આપને કદાચ કોઈ સંદેશો મળે
જીવન નો અંદેશો આપમેળે મટે।

આજ છે તપસ્યા અને ઉપધ્યાન
થોડીવાર જ ધરીલો ધ્યાન
'પ્રભુ આજે માફ કરો ચુક થઇ ગઈ'
અબઘડી જ આપની દ્રષ્ટિ તેને માફ કરી ગઈ।

હું તો ફક્ત એક સૂકું પાન
મને શીદને જોઈએ માન અને પાન?
બસ થઇ ને રહૂં એક સાદો જિન
મન માં રાખુ અહિંસા નો સાદો નીમ।

ના ઉચ્ચારુ કદી કટુ વચન
પશુ પક્ષીયો ને નાખું દાણાચારો અને આપું અભયવચન
કહું બધાને જયજિનેન્દ્ર અને વાંછુ 'મિચ્છામિ દુક્કડમ'
ઇચ્છુ સમસ્ત બાન્ધવોનું કલ્યાણ અને કહું 'શાંતમ પાપમ'

શાંતમ પાપમ Shantam
Friday, June 16, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

AaShalibhadra Mehta Namo jinanam Like Like Love Haha Wow Sad Angry · Reply · 1 · 50 mins

0 0 Reply

jai jinendra Like · Reply · 1 · Just now

0 0 Reply

Jain Mitra Mandal Khedbrahma pranam Like

0 0 Reply

welcome Jain Mitra Mandal Khedbrahma 13 mutual friends hu vadali no vatni Like · Reply · 1 · Just now

0 0 Reply

ના ઉચ્ચારુ કદી કટુ વચન પશુ પક્ષીયો ને નાખું દાણાચારો અને આપું અભયવચન કહું બધાને જયજિનેન્દ્ર અને વાંછુ મિચ્છામિ દુક્કડમ ઇચ્છુ સમસ્ત બાન્ધવોનું કલ્યાણ અને કહું શાંતમ પાપમ

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success