શાંતિ થી ના સાંભળ્યો
Saturday, November 16,2019
11: 39 AM
તે મને શાંતિ થી ના સાંભળ્યો
અંધેરી ગર્તા માં મને ધકેલ્યો
તારા વિષે વાંચ્યું હતું ઘણું
પછતાવવા નું કારણ સમજાણું। તે મને શાંતિ થી
કેમ કરે તું આ બધુ
તું હસી રહી છે ખંધુ
તારા મન ના વિચારો ને જાણું
તું તો બની રહી છે એક ઉખાણું।તે મને શાંતિ થી
તું મારે ખુબ ધમપછાડા
લડાવી મારે બળશાળી પાડા
વેર ના ઉભા કરાવે વાડા
પછી કર કાન ને આંખ આડા।તે મને શાંતિ થી
તું કદી શાંતિ નહિ મને આપે
અને વણમાંગતી દોડી આવે
"તું ચાલી જા " મારે તારો ખપ નથી
તારા માટે જપતો હું જાપ નથી।તે મને શાંતિ થી
તારા માટે વહાલ નો દરિયો છે
મેં તેને સાહસ થી તરિયો છે
તે તો ખુબ કરી તારા વાળી
પણ મેં શોધી લીધી છટકબારી।તે મને શાંતિ થી
જીવન એ તો મારી સાધના
તારા માટે કરું હું પ્ર્રાર્થના
ના કરીશ તુ બધાની પ્રતાડના
ના પામીશ કદી દિલથી ચાહના।તે મને શાંતિ થી
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem