શરમ ની મારી.. Sharam Poem by Mehta Hasmukh Amathaal

શરમ ની મારી.. Sharam

શરમ ની મારી
સોમવાર,1 ઓક્ટોબર 2018

હું તો મરી મરી જાવું શરમ ની મારી
મુખડા ને છુપાવું નજર થી તમારી
ઊંચું ના કરું, આંખી ના મિલાવું
પ્રેમ ને જતાવું, મન ના ભાવ દર્શાવું।

પ્રેમ ની અધીરી, ઈચ્છા છે અધૂરી
યાદ આવે દિલમાં, પળો વીતેલી મધુરી
મૃગ ની નાભિ માં છુપાયેલી કસ્તુરી
શોધુ હું તેને વન માં અટુલી।

કોઈ ના કહેતા અને સમજાવતા
મન માં ઘણાઘણા વિચારો આવતા
મન ની લાગણીઓને ધીરે થી ઉભારતા
ઊર્મિઓ ને તાજી કરી, ધીરે થી આવકારતા।

હું તો થઇ ગઈ, વિવશ અને બહાવરી
ભય લાગતો એવો કે ઈચ્છા રહેશે અધૂરી
પણ દિલ ધડકી ને કહેતું, ઈચ્છા થશે પુરી
એના વગર લાગણી મરશે ખરી?

પ્રેમ એ તો કુદરત નું વરદાન
ઈશ્વરે આપ્યું એને હુલામણું નામ
જો સમજો એને ઈશ્વરીય દેન
ઉચાટ નથી થાય કદી અંતર્મન।

હસમુખ અમથાલાલ મહેતા

શરમ ની મારી.. Sharam
Monday, October 1, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success