શત શત વંદન
ગુરુવાર,7 ફેબ્રુઆરી 2019
મારા હાજર હાથવાળા
રક્ષા કરજો ઉપરવાળા
મારી નાવલડી ને હંકારનારા
મન માં દયા ને વસાવનારા।
હું નમી મેં કરું શત શત વંદન
જીવન હોજો મારું નંદનવન
દિલ માં દયા નો વસવાટ હજો
બીજા પ્રત્યે સ્નેહ નો ભાવ રહેજો।
જીવન મળ્યું છે સંસાર માં
વીતી ના જાય કદી વ્યભિચાર માં
મન માં ના આવે કદી અભિમાન
સચવાઈ રહે મન ને સન્માન।
માણસો ના મન કળવા મુશ્કેલ
જલ્દી ના આવે કોયડા નો ઉકેલ
જેમ ચોકસાઈ થી કરવા મથો
તેમ તેમ વધતો જાય ડખો।
સંસાર થી ઘણીવાર ભય લાગે
મન માં અમંગળ થવાના ભણકાર વાગે
ચારેકોર અસલામતી ની ભાવના વર્તાય
અસામાજિક તત્વો નો કેર અને આણ ફેલાય।
હસમુખ અમથાલાલ મહેતા
સંસાર થી ઘણીવાર ભય લાગે મન માં અમંગળ થવાના ભણકાર વાગે ચારેકોર અસલામતી ની ભાવના વર્તાય અસામાજિક તત્વો નો કેર અને આણ ફેલાય। હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
tum yang hang limbu 1 Edit or delete this Like · Reply · 1m