શિખર ચરમ.. Shikhar Charam Poem by Mehta Hasmukh Amathaal

શિખર ચરમ.. Shikhar Charam

શિખર ચરમ

માનસ કામથી જ ઓળખાય
તેનીજ વાહ વાહ થાય
બોલે વધુ અને કરે ઓછું
એની ફક્ત હાય હાય જ થાય

માણસ ની જાતિ
નાં લાવે ખ્યાતી
ખાલી પ્રશસ્તિ
મટાડી દે હસ્તી

પાસા ને જોરે થી અમુક જ કામ થાય
થોડી ઘણી સમાજ માં પૃચ્છા પણ થાય
અંતે તો તેનો હ્રાસ જ થાય
બધાની વચ્ચે એની ઠેકડી ઉડે અંને હાંસીપાત્ર ગણાય

માણસ નાં કામ નાના મોટા હોય છે
જેમાં એનું વ્યક્તિત્વ બંધબેસતું હોય છે
ખાલી બંણગા મારવાથી મોટા થઇ જવાતું નથી
નાં નાં હોવાથી કોઈ કામ અટવાતું નથી

રખે ને લોકો શું વિચાર શે? એ વિચાર જ છે ખોટો
પોતાના મન નું અને સાચું કરે તેજ મોટો
નિ: સ્વાર્થ કામ એળે જતું નથી
'લોકો જાણતા જ નથી' એવું ધારવું યુક્ત નથી

જાતી, ધરમ, બધોજ છે ભેદભરમ
બધુજ આધારિત છે કેવું કરો છો કરમ
રહેશો સાદાઈ થી અને નરમ
તો પહોંચશો શિખર ચરમ

શિખર ચરમ.. Shikhar Charam
Thursday, May 5, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

જાતી, ધરમ, બધોજ છે ભેદભરમ બધુજ આધારિત છે કેવું કરો છો કરમ રહેશો સાદાઈ થી અને નરમ તો પહોંચશો શિખર ચરમ

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success